નવરત્ન ડેવલોપર્સના 25 કરોડના ગોટાળા બહાર આવ્યા

Subscribe to Oneindia News

પ્રાપ્ત થયેલી માહિતી મુજબ આઈ .ટી વિભાગે નવરત્ન ગ્રુપ અને ચોકસી ગ્રુપ પર પાડેલા દરોડામાં કોલકાત્તાની 10 બોગસ કંપનીઓએ આ ગ્રુપના ખાતામાં રૂ. 25 કરોડ મોકલ્યા હતા તેવું તપાસમાં ખુલ્યું છે. રૂ. 25 કરોડ મોકલનાર કંપનીઓ કઈ છે તે અંગે પણ આઈટીએ તપાસ હાથ ધરી છે. આ બંન્ને ગ્રુપના સંચાલકો દ્વારા નામી હિસાબો સંતાડેલા હતા અને આ ડેટા માટે એડવાન્સ્ડ ફોરેન્સિક ટેકનોલજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. નોટબંધી પછી નોટોની જંગી રકમનું સેટલમેન્ટ કરાયા હોવાની મળેલી બાતમીના આધારે આઈ.ટી વિભાગે, નવરત્ન ઓર્ગેનાઈઝર્સ એન્ડ ડેવલપર્સ લિમિટેડ અને તેની સાથે સંકળાયેલ ચોકસી ગ્રૂપ પર દરોડા અને સર્વેની કાર્યવાહી હાથ ધરી હતી. આ સર્ચમાં રોકડ રકમ મળી છે અને 17 બેન્ક લોકર સીલ કરાયા છે. નવરત્ન અને ચોકસી ગ્રૂપની કરોડો રૂપિયાની એન્ટ્રીઓ જોવા મળી છે અને કોલકાત્તાની 10 કંપનીઓએ આ ગ્રૂપના ખાતામાં રૂ. 25 કરોડ જમા કરાવ્યા હોવાનું જોવા મળ્યું છે. કોલકાત્તાની આ કંપનીઓ કઈ છે તેની તપાસ હાથ ધરાઈ રહી છે.

income tax

નવરત્ન ગ્રુપની કંપનીએ અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને હિડન મેમરીમાં તમામ ડેટા સંતાડી રાખ્યો હતો, પરંતુ નિષ્ણાતોની મદદથી તમામ ડેટા ડિકોડ કરી દેવામાં આવકવેરા અધિકારીઓએ સફળતા મેળવી છે. એન્ટ્રી પ્રોવાઈડ કરવા માટે જ શૅલ કંપનીઓનો ખાસ્સો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું દરોડા દરમિયાન બહાર આવ્યું છે. આ કંપનીઓના તમામ વહેવારો સુધી પહોંચવાની આવકવેરા અધિકારીઓ કોશિશ કરી રહ્યા છે. આ માટે એક્સપર્ટ્સની મદદ લેવામાં આવી રહી છે.

English summary
NAVRATNA Developers, 25 crore scam came out . Read more on it here
Please Wait while comments are loading...