For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: પહેલા નોરતે ઝૂમ્યા અમદાવાદીઓ

નવલી નવરાત્રી શરૂ થઇ ગઇ છે. અમદાવાદમાં નવરાત્રીના પહેલા દિવસે ખેલૈયાઓમાં જબરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે અમદાવાદના પહેલા નોરતાની તસવીરો જુઓ અહીં.

By Chaitali
|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં નવરાત્રીનો પ્રારંભ થઇ ચૂક્યો છે. શક્તિ, ભક્તિ અને અનુષ્ઠાનનો પર્વ એટલે નવરાત્રી. પહેલી નોરતે અમદાવાદમાં જ્યાં કેટલાક પાર્ટીપ્લોટમાં ભીડ થોડી ઓછી જોવા મળી ત્યાં જ બીજી તરફ ગરબા રમવાના શોખીનોએ પહેલા દિવસથી જ ઠાઠ માઠ સાથે ગરબાની મજા માણી હતી. આમ પણ નવરાત્રી નવ દિવસનો જ ઉત્સવ હોય છે અને જેને ગરબા રમવું ગમતું હોય છે તે લોકો માટે આ નવ દિવસો પણ ઓછા જ હોય છે. ત્યારે નવરાત્રીના પહેલા નોરતે અમદાવાદે કેવી રીતે નવરાત્રી માણી જુઓ આ તસવીરોમાં. વધુમાં તમે પણ તમારી નવરાત્રીની તસવીરો કે સેલ્ફી અમારી સાથે શેયર કરી શકો છો. તમારી નવરાત્રીની તસવીરો અમને મોકલાવો આ મેલ આઇડી પર Mail ID : [email protected]

નવલી નવરાત્રી

નવલી નવરાત્રી

પહેલા નોરતાની સાથે જ નવલી નવરાત્રીના વધામણાં અમદાવાદીઓએ કરી લીધા છે. ગરબાના ખેલૈયાઓએ પરંપરાગત વેશભૂષા સામે માં અંબાના આ તહેવારની ઉજવણી અમદાવાદમાં શરૂ કરી લીધી હતી. અને ગુજરાતી ગૌરીઓનો પરંપરાગત અંદાજ જો દેખતા જ બનતો હતો.

મોર્ડેન સાથે પરંપરા

મોર્ડેન સાથે પરંપરા

જ્યાં ગરબામાં કેટલીક છોકરીઓ મોર્ડન સ્ટાઇલના ચણિયા ચોળીમાં કૂલ લાગતી હતી. ત્યાં જ પરંપરાગત કપડાંમાં સજેલી યુવતીઓ પણ એટલી જ સુંદર દેખાતી હતી. આ વખતે પણ નવરાત્રીમાં ફ્લોરેશન કલર અને રાતમાં ચમકતાં રંગોની બોલબાલા નવરાત્રીના આ ગેટઅપમાં પણ જોવા મળી હતી.

ખેલૈયા

ખેલૈયા

જો કે તેવું નહતું કે ખાલી છોકરીઓએ જ વેશભૂષા કરીને રંગ જમાવ્યો હોય. યુવકો પણ પરંપરાગત ગામઠી લૂકમાં રંગ જમાવતા જોવા મળ્યા હતા. તેમની વેશભૂષા જોઇને કોઇ પણ વિચાર આવી જાય છે આ તો હજી નવરાત્રીનો પહેલા દિવસ છે તો પછી જેમ જેમ આગળ દિવસો જશે તેમ તેમ ગરબાની રંગત કેવી થશે?

બાળકો

બાળકો

તો બીજી તરફ બાળકો પણ સંપૂર્ણ પણે નવરાત્રી પહેરવેશમાં ગરબે રમતાં જોવા મળ્યા હતા. કૂલ ટેટૂ, કેડિયા સાથે ગરબાના ગીતો સાથે નાચતા આ નાના ખેલૈયાઓનો અંદાજ જ કંઇક અલગ હતો. આમ પહેલા નોરતે અમદાવાદીએ નવરાત્રીના જોરદાર વધામણાં કર્યા હતા.

English summary
Navratri 2017: See the First Day photos of Ahmedabad's Navratri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X