Navratri rain forecast : વરસાદ નવરાત્રિ બગાડશે તે નક્કી, આ જિલ્લાઓ માટે એલર્ટ જારી

Navratri rain forecast : દેશભરમાં આજથી નવરાત્રિની શરૂઆત થવા જઈ રહ્યા છે. ગરબાનું આયોજન પણ જોરશોરથી શરૂ થઈ ચૂક્યું છે. જો કે, ગરબાના શોખીનો માટે એક ચિંતાજનક સમાચાર છે.

હવામાન વિભાગે આગામી ૨૪ કલાક માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને ગાજવીજ સાથેના વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

Navratri rain forecast

હવામાન વિભાગના બુલેટિન મુજબ ૨૩ સપ્ટેમ્બરના સવારે ૮:૩૦ વાગ્યા સુધી ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

આ ઉપરાંત, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જેવા વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની અને ૩૦-૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

આ આગાહીનો અર્થ એ છે કે, નવરાત્રિના પ્રથમ દિવસે અને આગામી દિવસોમાં પણ ગરબા આયોજન સ્થળો પાણીમાં ગરકાવ થઈ શકે છે, હવામાન વિભાગે ૨૮ સપ્ટેમ્બર સુધી કેટલાક જિલ્લાઓમાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે ૨૩ થી ૨૫ સપ્ટેમ્બર ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

૨૬ થી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવા ઝાપટાં પડી શકે છે, જ્યારે રાજ્યના બાકીના ભાગોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે.

વરસાદની સંભાવના વચ્ચે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી આગળ વધી રહ્યું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને પંજાબના અન્ય વિસ્તારો તેમજ ઉત્તર પ્રદેશ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ભાગોમાંથી સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જશે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X