Navratri rain forecast : નવરાત્રી દરમિયાન ગુજરાતનું વાતાવરણ કેવુ રહેશે? જાણો તાજી આગાહી?

Navratri rain forecast : ગુજરાતમાં આગામી 3 થી 4 દિવસ માટે હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જો કે, આ વરસાદનું પ્રમાણ સામાન્ય રહેશે અને ધીમે ધીમે ઓછું થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, આ વર્ષે નવરાત્રીમાં વરસાદ વિઘ્નરૂપ બની શકે છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે ગુજરાત તરફ આગળ વધતાં વરસાદનું જોર વધારી શકે છે.

Navratri rain forecast

અંબાલાલ પટેલની આગાહી અનુસાર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, વડોદરા, નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદની શક્યતા છે.

જોકે, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં વરસાદની શક્યતા ઓછી છે.

અંબાલાલ પટેલે ઓક્ટોબર અને નવેમ્બર મહિના માટે પણ ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે, ઓક્ટોબરમાં બંગાળની ખાડીમાં વાવાઝોડું આવી શકે છે અને નવેમ્બરમાં પણ એક શક્તિશાળી વાવાઝોડું સર્જાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X