For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા

નવરાત્રી વિશેષઃ પહેલા દિવસે આ રીતે કરો મા શૈલપુત્રીની પૂજા

By Staff
|
Google Oneindia Gujarati News

આજે નવરાત્રીની શરૂઆત થઇ રહી છે. માતાની પૂજા કરવાના નવરાત્રમાં આ વખતે માત્ર આઠ દિવસો જ છે, એનો અર્થ એ કે આ વખતે માતાનો વાસ માત્ર આઠ દિવસ સુધી જ રહેશે. એટલે કે, નવરાત્રી આજથી શરૂ થઇને 23 ઓક્ટોબર સુધી જ રહેશે. તેથી જે લોકો પહેલા દિવસે અને છેલ્લા દિવસે વ્રત રાખે છે, તે આજે અને 22 ઓક્ટોબરે વ્રત રાખી શકશે.

navratri

આજે નવરાત્રીનો પ્રથમ દિવસ છે તેથી આજના દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે, તેથી તેમને પ્રથમ દુર્ગા પણ કહેવામાં આવે છે. પર્વતરાજ હિમાલયના ઘરે પુત્રી રૂપે ઉત્પન્ન થવાના કારણે તેમનું નામ શૈલપુત્રી પડ્યું છે. માં શૈલપુત્રીની આરધના માટે ભક્તોએ વિશેષ મંત્રનો જાપ કરવો જોઇએ, જેથી માતાનો આશીર્વાદ પ્રાપ્ત થઇ શકે. મંત્ર આ છે...

वन्दे वांछितलाभाय चंद्राद्र्धकृतशेखराम।
वृषारूढ़ा शूलधरां शैलपुत्रीं यशस्विनीम।।

નવરાત્રીના પ્રથમ દિવસે ભક્તો ઘરમાં કળશની સ્થાપના કરે છે, જેની સામે આઠ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે. માંનું આ અદભૂત સ્વરૂપ છે. જમણા હાથમાં ત્રીશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ લઇને માં પોતાના પુત્રોને આશીર્વાદ આપે છે. શ્વેત અને દિવ્ય રૂપમાં માં વૃષભ પર બેઠા છે.

કહેવાય છે કે, સાચા મનથી માંની અર્ચના કરવામાં આવે તો એ તમામ મનોકામના પૂર્ણ કરે છે. શૈલપુત્રીનું રૂપ ઘણું મોહક અને પ્રભાવશાળી છે તેથી આજે જાતકોએ મનથી માંની પૂજા કરવી જોઇએ જેના કારણે આવાનરા તમામ સંકટો માં દૂર કરી દે.

English summary
Navratri has started today. During the nine days long festival people worship Goddess Durga. First day is of Maa Shailputri.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X