વિજલપોર બાદ નવસારીના બિલિમોરામાં સગીરા પર દુષ્કર્મનો પ્રયાસ

Subscribe to Oneindia News

ગત અઠવાડિયે જ નવસારીના વિજલપોરમાં ચાર વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના ઘટી હતી. તો વળી નવસારીના બીલિમોરામાં જ આવી શરમજનક ઘટના સામે આવી હતી. ત્યાં નવસારીના બિલિમોરા નજીક આવેલા ખાપરવાડા ગામે સગીરા સાથે દુષ્કર્મના પ્રયાસનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. સાથે જ તેણે ગુજરાતમાં મહિલાઓ કેટલી સલામત છે તે સવાલ પર પણ પ્રશ્નાર્થ મૂક્યો છે. નાની માસૂમ બાળકીઓની જીંદગી પણ હવે આવા દુષ્કર્મમાં પીસાઇ રહી છે તે એક ચિંતાજનક પ્રશ્ન છે.

Gujarat

બિલીમોરાના ખાપરવાડા ગામે 11 વર્ષીય સગીરા રાતના સમયે પોતાના ઘરે જઇ રહી હતી ત્યારે બિલીમોરા ગામના જ 50 વર્ષીય આધેડે પાપકર્મ આચરવા માટે જગદીશ પટેલે એકલતાનો લાભ લઇ સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ સગીરાનું મોઢું દબાવી તેને ઝાડીમાં ખેંચી જઇ દુષ્કર્મનો પ્રયત્ન કરતા સગીરાએ બૂમાબૂમ કરી મૂકી હતી અને બચવાનો પ્રયત્ન કર્યો હતો. આ અવાજ સાંભળીને આસપાસના લોકોએ દોડી આવી સગીરાને છોડાવી હતી. સગીરાએ સમગ્ર ઘટના અંગે પરિવારજનોને જાણ કરતા સગીરાના પિતાએ બિલિમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના પગલે આરોપી જગદીશ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

English summary
Navsari : Aged Man try to rape minior girl.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.