નવસારી : પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાર્થીઓને મળ્યા પાકા ઘર
Navsari: રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજનાઓએ લાખો ગરીબ લાભાર્થીઓને સ્થાયી નિવાસસ્થાન પૂરું પાડી તેમના પરિવારોને આજીવન ઋણી બનાવ્યા છે. કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાનમાં રહેવા મળશે એવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય.
દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય એવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પના છે. જેને સાકાર કરવાના ઉદ્દેશથી વડાપ્રધાનશ્રીએ શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજનાની આ એક એવી સફળ મિશાલ છે કે તેમના જૂના કાચાં ઘરની જગ્યાએ પાકું ઘર બનાવી શક્યા છે.
આ યોજના સહાયથી લાભાન્વિત થનાર મુળ નવસારી જિલ્લાના અષ્ટગામના નિશાળ ફળીયામાં રહેતા ગીતાબેન રાઠોડએ પોતાનું પાકું ઘર મળતા ખુશી વ્યક્ત કરી હતી.

તેમણે કહ્યું કે, મને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત ઘરની સહાય મળેલ છે. વર્ષો થી કાચા મકાનમાં રહેતા હોવાથી વરસાદ દરમિયાન મારા પરિવારને ખુબ મુશ્કેલી પડતી હતી . પરંતુ પોતાનું પાકું ઘર હોય તે સ્વપ્ન સરકારની સહાયથી પૂર્ણ થયું છે.
ભૂતકાળના દિવસો યાદ કરતા તેઓ કહે છે કે, વરસાદમાં ટપકતી છતમાં મારું આખું પરિવાર ઘણી મુશ્કેલીમાં રહેતું હતું, આજે હું, મારો પુત્ર પરિમલ અને મારી પુત્રી ખુશ્બુ સાથે અમારા પોતાના પાકા ઘરમાં સુખચેનથી ઉમંગભેર જીવન વ્યતિત કરી રહ્યા છે.
આ અંગે વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એક દિવસ મારા કાચા ઘરની સમસ્યા અહીના વિસ્તરણ અધિકારીને જણાવતા, તેમણે જરૂરી સાધનીક પુરાવો મારી પાસેથી મેળવી ટુંક સમયમાં પ્રધાનમંત્રી આવાસની સહાય માર એકાઉન્ટમાં તબક્કાવાર મળી હતી. હું હંમેશા વિચારતી કે મારું પરિવાર હમણા સુધી કાચા મકાનની સાથે વરસાદની ટપકતી છતમાં રહ્યો પણ હું મારા સંતાનને પાકા ઘરમાં રાખીશ. જે સપનું સરકારની સહાયથી ન ધારેલું પાકા ઘરનું સપનું પૂર્ણ થયું છે. આજે મારો પરિવાર બધી સુવિધા સાથે સન્માન અનુભવીને માથું ઉચું રાખી સમાજમાં જીવી શકે છે. આજે આ બધી સુવિધા બદલ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અમારા પરિવાર વતી ખુબ ખુબ આભાર.
સ્વચ્છ-સુઘડઅને સુવિધાસભર ઘરોનું નિર્માણ થવાથી ગીતાબેન રાઠોડના પરિવારમાં સુખાકારીમાં ખૂબ મોટા પ્રમાણમાં સુધારો આવી રહ્યો છે. આવનારી પેઢીઓના ઉછેર અને ઘડતરમાં તેની હકારાત્મક અસરો ઊભી થઈ છે. કેન્દ્ર સરકારની આવાસ યોજના સમગ્ર રાજ્યના અને સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું પોતાનું ઘર બનાવવાનું સ્વપ્ન સરળતાથી સાકાર કરી રહી છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
