Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navsari election result 2022 : નવસારી જિલ્લામાં ભાજપને 3 અને કોંગ્રેસને એક બેઠક મળી

નવસારી જિલ્લામાં નવસારી, વાંસદા, જલાલપોર અને ગણદેવી એમ કુલ 4 વિધાનસભા બેઠકો છે. જેમાં નવસારી જલાલપોર અને ગણદેવી પર ભાજપની જીત થઇ છે. જ્યારે વાંસદા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે.

Navsari election result 2022 : ગુજરાત વિધાન સભાની ચૂંટણી માટે હાલ મતગણતરી ચાલી રહી છે. જેમાં ભારતીય જનતા પાર્ટીને અત્યાર સુધીમાં 155 બેઠક પર જીત મળી છે, જ્યારે 1 બેઠક પર આગળ છે. આ સાથે કોંગ્રેસને 16 બેઠક પર જીત મળી છે અને 1 બેઠક પર આગળ છે. આમ આદમી પાર્ટીને 4 મળી છે અને માત્ર 1 બેઠકો પર આગળ છે. આ સાથે અન્યને 4 બેઠક મળી છે. આવા સમયે નવસારી જિલ્લાની 4 બેઠકોમાંથી 3 ભાજપને અને એક બેઠક કોંગ્રેસને મળી છે.

Recommended Video

મહેસાણા : જિલ્લામાં કોને મળ્યાં જનતાના આશિર્વાદ, જાણો કોણ બન્યું ધારાસભ્ય

navsari

નવસારી જિલ્લામાં નવસારી, વાંસદા, જલાલપોર અને ગણદેવી એમ કુલ 4 વિધાનસભા બેઠકો છે. જેમાં નવસારી જલાલપોર અને ગણદેવી પર ભાજપની જીત થઇ છે. જ્યારે વાંસદા બેઠક પર કોંગ્રેસની જીત થઇ છે. નવસારી જિલ્લામાં પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું.

જલાલપોર બેઠક

જલાલપોર બેઠક પરથી ભાજપના ઉમેદવાર રમેશ પટેલનો વિજય થયો છે. જેમને 106244 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર રંજીત પંચાલને 37545 અને આપના ઉમેદવાર પ્રદિપ મિશ્રાને 10396 મત મળ્યા છે.

નવસારી બેઠક

નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાકેશ દેસાઇનો વિજય થયો છે. જેમને 106875 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિપક બરોથનને 34562 અને આપના ઉમેદવાર ઉપેશ પટેલને 18435 મત મળ્યા છે.

ગણદેવી (ST) બેઠક

ગણદેવી (ST) બેઠક પરથી ભાજપના ઉમેદવાર નરેશ પટેલનો વિજય થયો છે. જેમને 131116 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલને 37950 અને આપના ઉમેદવાર પંકજ પટેલને 37818 મત મળ્યા છે.

વાંસદા (ST) બેઠક

વાંસદા (ST) બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક પટેલનો વિજય થયો છે. જેમને 124477 મત મળ્યા છે. જ્યારે ભાજપના ઉમેદવાર પિયુષ પટેલને 89444 અને આપના ઉમેદવાર પંકજ પટેલને 16178 મત મળ્યા છે.

2022ની વિધાનસભા ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 182 બેઠકો માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું. જેમાં કુલ 1,621 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 788 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જેમાં 70 મહિલા ઉમેદવારો અને 339 અપક્ષોનો સમાવેશ થાય છે.

આ સાથે બીજા તબક્કાની 93 બેઠકો પર, કુલ 833 ઉમેદવારો હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો અને 285 અપક્ષનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં કુલ 4.91 કરોડ નોંધાયેલા મતદારો છે, જેમાંથી લગભગ 51.6 ટકા પુરૂષ અને 48.4 ટકા મહિલા મતદારો છે. આ સાથે લગભગ 1,400 નોંધાયેલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ થાય છે.

ગત 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીને 99 બેઠકો અને કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. આ સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સતત છઠ્ઠી વાર જીત થઇ હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X