For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એનસીબી એ એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને એક કરોડ ના ચરસ સાથે ઝડપી લીધા

અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ગુરુવારે અમદાવાદના રિલીફ રોડ પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને રૂપિયા 1 કરોડની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

અમદાવાદ નાર્કોટિક્સ બ્યુરો દ્વારા ગુરુવારે અમદાવાદના રિલીફ રોડ પરથી ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરીને રૂપિયા 1 કરોડની કિંમતનો ચરસનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જેમાં એક મહિલા ની ધરપકડ કરી છે. જેમાં આ મહિલા મુંબઇથી ખાસ ચરસનો જથ્થો સપ્લાય કરવા માટે આવી હતી એનસીબીએ અન્ય બે વ્યકિતઓમાં બે અમદાવાદના છે. જે અમદાવાદમાં હોલસેલમાં ડ્રગ સપ્લાય કરતા હતા.

charas

એનસીબીના ઓફિસર ના જણાવ્યા મુજબ 38 વર્ષની તબબસુમ મુમતાઝ મૂળ કલ્યાણ માં રહે છે અને તે છેલ્લા 3 વર્ષથી મુંબઈથી અમદાવાદ ખાસ ચરસ આપવા આવતી હતી. જે માટે તેને એક ટ્રીપ દીઠ 10 થી 15 હજાર રૂપિયા મળતા હતા. આ ચરસનો જથ્થો ખાસ કાશ્મીરથી આવતો હતો. જયારે 2 વ્યક્તિઓ અમદાવાદમાં લોકલ બજારમાં આ જથ્થો આપતા હતા અને એક કિલોએ 40 થી 50 હજારનો નફો કરતા હતા. જોકે આ મહિલા ને ખબર નથી કે કાશ્મીરનો મુખ્ય સપ્લાયર કોણ છે.

એનસીબી ના ઝોનલ ડિરેક્ટર હરિઓમ ગાંધી કહે છે કે આ મહિલા પ્રથમ વાર ઝડપાઇ છે. જે ખાસ બસમાં આવતી હતી જેથી તે ના વિષે માહિતી મળવી અઘરી હતી. નોંધનીય છે કે આ પહેલા પણ ગુજરાતમાં કાશ્મીરથી ચરસ લાવી સપ્લાય કરતા હોવાના કેસ પોલીસ ચોપડે નોંધવામાં આવ્યા છે. વળી મુંબઇ અને રાજસ્થાનથી કાશ્મીરથી ચરસનો સપ્લાય કરતો હોવાના કિસ્સા પણ અવાર નવાર જોવા મળતા રહે છે. ત્યારે હાલ આ અંગે પોલીસે વધુ તપાસ આદરી છે.

English summary
NCB arrested 3 men and 1 women worth 1 crore rupees charas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X