For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા પુસ્તકમાં નરેન્દ્ર મોદી સ્વયં કહેશે પોતાના જીવનની વાત

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 8 ઓક્ટોબર : આમ તો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી લેખનના શોખીન છે. તેમણે અનેક નિબંધો, કાવ્યો અને પુસ્તક લખ્યાં છે. પરંતુ અત્યાર સુધી તેમણે પોતાના જીવન વિશે ક્યારેય લખ્યું નથી. હવે પ્રથમવાર એક સામાન્ય ટી વેન્ડરમાંથી ગુજરાતના મુખ્યમંત્રી બનવા સુધી અને હવે પીએમ પદના ઉમેદવાર બનવા સુધીની જીવનસફર અંગે નરેન્દ્ર મોદી સ્વયં પોતાની જીવનકહાની કહેશે.

નરેન્દ્ર મોદીના જીવનની અજાણી વાતો કહેતી એક કોફીટેબલ બુક આ વર્ષના અંત સુધીમાં બુકસ્ટોર્સમાં ઉપલબ્ઘ બનશે. આ પુસ્તકની વિેશેષતા એ છે તે તેમાં નરેન્દ્ર મોદીએ તેમના વિશેની એક હજાર જેટલી અજાણી બાબતો અંગેના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આ પુસ્તકનું સંપાદન ગુજરાતના જાણીતા પત્રકાર કિશોર મકવાણાએ કર્યું છે.

આવો જાણીએ કઇ અજાણી વાતો ઉજાગર થવાની છે આ પુસ્તકમાં...

1

1


આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે આજે મોદીને વીઝા આપવાનો ઇનકાર કરનાર અમેરિકા અગાઉ પણ નરેન્દ્ર મોદીને સંઘના પ્રચારક તરીકે વીઝા આપવાની ના કહી ચૂક્યું છે. તે સમયે મોદી પાસે કોઇ પ્રકારની સંપત્તિ નહીં હોવાથી તેમને વીઝા મળ્યો ન હતો.

2

2

પોતાના મૂળ વતન વડનગરમાં બાળપણમાં તેમણે પીળા ફૂલ નામનું નાટક ભજવ્યું હતું. આ નાટક દ્વારા તેમણે બિમાર દીકરાના ઇલાજ માટે એક દલિત માતાની વિડમ્બનાને ઉજાગર કરી હતી. આ નાટકે તેમને ગરીબો અને વંચિતોની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી.

3

3

પોતાના મૂળ વતન વડનગરમાં બાળપણમાં તેમણે પીળા ફૂલ નામનું નાટક ભજવ્યું હતું. આ નાટક દ્વારા તેમણે બિમાર દીકરાના ઇલાજ માટે એક દલિત માતાની વિડમ્બનાને ઉજાગર કરી હતી. આ નાટકે તેમને ગરીબો અને વંચિતોની સેવા કરવા માટે પ્રેરણા આપી હતી.

4

4

યુવાસ્થામાં ફળ અને રાત્રે કઢી ખીચડી જમવાના શોખીન નરેન્દ્ર મોદીએ અનેકવાર ખાખરા ખાઇને પણ કામ ચલાવ્યું હતું. બાળપણમાં તેમના ઘરે ઇસ્ત્રી નહીં હોવાથી લોટામાં કોલસા નખીને કપડાં ઇસ્ત્રી કરી તેને પલંગ નીચે દાબીને મૂકવા વગેરે જેવી રસપ્રદ બાબતો પણ તેમાં કહેવામાં આવી છે.

5

5

પુસ્તકમાં નરેન્દ્ર મોદી પોતાના પિતા દામોદર દાસના સફેદ કેનવાસના બૂટ શાળાના બ્લેક બોર્ડમાંથી ખરેલા ચૂનાના પાવડરથી કેવી રીતે ચમકાવતા હતા તેની પણ વાત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ શા માટે નરેન્દ્ર મોદીના રોલ મોડલ છે?

6

6

રામકૃષ્ણ મિશનવાળાઓએ તેમને સન્યાસી બનતા શા માટે રોક્યા, કટોકટી સમયે તેઓ પોતાના સાથીઓને કેવી રીતે મદદ કરતા હતા વગેરે જેવી રસપ્રદ વાતો આ પુસ્તકમાં આવરી લેવામાં આવી છે.

English summary
New coffee table book on Narendra Modi will tell untold facts
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X