Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર, નાઈટ કર્ફ્યુ અને લગ્ન સમારંભ માટે શું છે નિયમ? જાણો અહીં

ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જાણો નવા નિયમો.

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠખમાં રાજ્યમાં વર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિની સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. આ કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરિકોના વ્યાપક હિતમાં અમુક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો આજે 4 ફેબ્રુઆરી, 2022થી અમલમાં આવશે અને 11 ફેબ્રુઆરી, 2022 સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

curfew

રાજ્યમાં નવી ગાઈડલાઈન મુજબ 8 મહાનગરો સહિત 27 શહેરમાં 11 ફેબ્રુઆરી સુધી નાઈટ કર્ફ્યુનો અમલ રાતે 10થી સવારે 6 વાગ્યા સુધી રહેશે. વળી, રાજ્યના તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે. બંધ સ્થળોએ યોજાતા આવા સમારંભોમાં જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યામાં યોજી શકાશે. નવી ગાઈડમાં લગ્ન સમારંભ માટે ખુલ્લી જગ્યામાં 300 વ્યક્તિની મર્યાદામાં લગ્ન સમારંભ યોજી શકાશે. લગ્ન સમારંભ બંધ જગ્યાએ યોજાય તો જગ્યાની ક્ષમતાના 50 ટકા પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.

આ ઉપરાંત હોટલ, રેસ્ટોરાંને હોમ ડિલીવરી સેવા 24 કલાક ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. વળી, કોરોના સંક્રમણનો વધુ પૉઝિટિવિટી રેશિયો ધરાવતા 19 નગરો આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, ધાંગધ્રાં, મોરબી, વાંકાનેર, ધોરાજી, ગોંડલ, જેતપુર, કાલાવડ, ગોધરા, વિજલપોર(નવસારી), બિલીમોરા, વ્યારા, વાપી, વલસાડ, ભરુચ અને અંકલેશ્વરમાં પણ 4 ફેબ્રુઆરી, 2022થી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુનો અમલ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X