For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરમતીના કિનારે નિર્માણ પામશે નવું ગાંધીનગર

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, પાટનગર ગાંધીનગર અને આસપાસના ગુડા વિસ્તારને નવી રૂપરેખા આપવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 2024 સુધીના આયોજન દર્શાવતો નવો વિકાસ નકશો જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે સાબરમતી નદીની પેલેપાર નવું પૂર્વ ગાંધીનગર વિકસાવવાની વાત કરવામાં આવી છે. જેમાં રહેણાક માટે પ્લસ થ્રીની મંજૂરી અને વાણિજ્ય માટે 15 માળના બાંધકામની મંજૂરી સુચવાઇ છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

વડોદરાઃ કારમાં યુવતી સાથે બેભાન મળ્યો NRI યુવક

વડોદરાઃ કારમાં યુવતી સાથે બેભાન મળ્યો NRI યુવક

ઇન ઓરબીચ મોલ પાસે પાર્ક કરવામાં આવેલી એક કારમાં એનઆઇરઆઇ યુવક અને યુવતી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન યુવક એનઆરઆઇ અને યુવતી શહેરની એક હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેઓ બેભાન હાલતમાં કેવી રીતે મળ્યા તે દિશામાં તપાસ આદરી છે.

સાબરમતી કાંઠે બનશે નવું ગાંધીનગર

સાબરમતી કાંઠે બનશે નવું ગાંધીનગર

પાટનગર ગાંધીનગર અને આસપાસના ગુડા વિસ્તારને નવી રૂપરેખા આપવા માટે ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા 2024 સુધીના આયોજન દર્શાવતો નવો વિકાસ નકશો જાહેર કરવામાં આવ્યો છે. જે પ્રમાણે સાબરમતી નદીની પેલેપાર નવું પૂર્વ ગાંધીનગર વિકસાવવાની વાત કરવામાં આવી છે. જેમાં રહેણાક માટે પ્લસ થ્રીની મંજૂરી અને વાણિજ્ય માટે 15 માળના બાંધકામની મંજૂરી સુચવાઇ છે.

અમદાવાદઃ ગુપ્તાંગ કપાયેલી લાશ મળતા ચકચાર

અમદાવાદઃ ગુપ્તાંગ કપાયેલી લાશ મળતા ચકચાર

અમદાવાદ સ્થિત કોતરપુર વિસ્તારમાં આવેલી આઇટીઆઇ પાસે આંબેડકર આવાજ યોજના કોમન પ્લોટમાંથી બ્લેડથી ગુપ્તાંગ કપાયેલી એક અજાણ્યા યુવકની લાશ મળતા ચકચાર મચી ગયો છે. પોલીસે આ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી છે. યુવકની ઉમર 25-30 વર્ષની આસપાસ છે. જો કે પોલીસને સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર યુવકની હત્યા મહિલાની છેડતી મુદ્દે કરવામાં આવી હોઇ શકે છે.

રાજકોટઃ 100 સેકન્ડમાં 200 ખગોળીય ડિઝાઈન

રાજકોટઃ 100 સેકન્ડમાં 200 ખગોળીય ડિઝાઈન

રાજકોટની કડવીબાઇ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા વધુ એક વિશ્વ વિક્રમ પોતાના નામે કરીને લિમ્કાબુદ ઓફ વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. શાળાના પ્રાગણમાં 40 ઇંચની 500 ગ્રામની બે કેક પર શાળાની 100 વિદ્યાર્થિનીઓ દ્વારા 100 સેકન્ડમાં આઇસિંગ કરવામાં આવ્યું હતું, ધુમકેતુઓ સહિતની ખગોળીય વસ્તુઓ-ઘટનાઓની ડિઝાઇન ઉતારવામાં આવી હતી.

English summary
new gandhinagar will develop near sabarmati river. here is the top news of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X