For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવા વર્ષમાં શરૂ થશે ગુજરાત-ઉદયપુર માટે નવો હાઈવે

નવા વર્ષમાં શરૂ થશે ગુજરાત-ઉદયપુર માટે નવો હાઈવે

|
Google Oneindia Gujarati News

પાડોસી રાજ્ય રાજસ્થાન સુધી આવવા-જવા માટે અમ્બાવેલીનું કનેક્શન વધુ સુગમ અને સસ્તું થશે. ગુજરાતના અમ્બાવેલીથી રાજસ્થાનના ઉદયપુર સુધી નવો નેશનલ હાઈવે તૈયાર થઈ ગયો છે. હવે આ હાઈવે પર માત્ર ત્રણ કિમીનું કામ બાકી છે અને માર્ચ સુધી પૂરું થઈ જશે. આદિવાસી અંચલના ઝાડોલ અને ફલાસિયા સીધા હાઈવેથી કનેક્ટ થઈ જશે અને ગુજરાત આવવા- જવા માટે સમય બચશે. સૌથી વધુ ફાયદો ઉદયપુર, ઝાડોલ-ફલાસિયા ક્ષેત્રના લોકોનું થશે.

highway

આ હાઈવે શરૂ થવાની સાથે જ ઉદયપુરની સીધા વિજયનગર, ખોખરા બોર્ડર, મહેસાણા માટે કનેક્ટ કરશે. અહીંથી સીધા વિજયનગર, ખોખરા બોર્ડર, મહેસાણા લિંક થશે જ્યારે અહીંથી હિમ્મતનગર, પાલનપુર, ઈડર પણ કનેક્ટ રૂટથી જઈ શકાશે. ઉદયપુરથી સીધા ઝાડોલ અને ફલાસિયા અને આ રૂટ પર આવતા તમામ ગામો માટે યાતાયાત સુગમ થઈ જશે. સાર્વજનિક નિર્માણ વિભાગ વિંગ આ હાઈવે તૈયાર કરી રહ્યો છે. અધિકારીઓનું કહેવું છે કે કાર્ય તો સમયસર થઈ જાત, પરંતુ કોરોના સંક્રમણ અને લોકડાઉનને પગલે કાર્ય પ્રભાવિત થયું છે. હવે માત્ર ત્રણ કિમીનું કાર્ય બચ્યું છે, જ્યાં માત્ર કટિંગ વધુ હોવાથી સમય લાગી રહ્યો છે, પરંતુ માર્ચ સુધી કામ પૂરું થઈ જશે અને વર્ષ 2022માં હાઈવે શરૂ કરી દેવામાં આવશે.

બે ટોલ પ્લાઝા હશે

આ હાઈવે પર ઉદયપુરથી કાયાથી રસ્તો છે. હાઈવે પર બે ટોલ પ્લાઝા છે. પહેલો ઉદયપુરથી ગુજરાત તરફ આવતાં 17.5 કિમી પર પીપલવાસ જ્યારે બીજો 76 કિમી પર કરેલમાં બનાવવામાં આવ્યો છે.

એક નજરમાં હાઈવે

  • ઉદયપુરના કાયાથી ગુજરાતમાં અમ્બાવેલી સુધી હાઈવે થશે.
  • 91 કિમીની દૂરી હશે.
  • 2 ટોલ પ્લાઝા હશે.
  • નવો હાઈવે ઉદયપુરમાં કાયાથી કનેક્ટ થશે.
  • હાઈવે પર ઉદયપુર જિલ્લાના ઝાડોલ અને ફલાસિયા મોટા કસ્બા હશે.
  • અંદાજીત 350 કરોડની લાગત પર આ હાઈવે બનશે.
  • ડિસેમ્બર 2019માં હાઈવેનું કામ શરૂ થયું.
  • ડિસેમ્બર 2020માં હાઈવેનું કામ પૂર્ણ થનાર હતું.
  • કોરોનાવાયરસ અને લૉકડાઉનને કારણે હાઈવેનું કામ પૂરું કરવામાં વિલંબ થયો.
English summary
New national highway to connect gujarat-udaipur will be inaugurated on new year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X