For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજા તબક્કા મતદાન દરમિયાનના ગરમા ગરમ સમાચાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
ગાંધીનગર, 17 ડિસેમ્બર: ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે આજે સોમવારે અંતિમ ચરણનું મતદાન યોજાઇ રહ્યું છે અને મતદાર નરેન્દ્ર મોદી સહિત કેટલાય ઘણા મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓની કિસ્મતનો ફેંસલો થશે. મતદાનની ગણતરી 20 ડિસેમ્બરે યોજાશે.

1- ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન પહેલાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મોરારીબાપુને મળવા પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ મોરારીબાપુના આર્શિવાદ મેળવ્યા અને ત્યારબાદ તેમની રામકથાનું શ્રવણ કર્યું હતું. પરંતુ આ મુદ્દે પણ વિવાદ ઉભો થયો. રામકથાના મુદ્દે કોંગ્રેસ અને ભાજપમાં 'મહાભારત' સર્જાયું છે. કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ રામકથાનું આમંત્રણ મળ્યું અને કોંગ્રેસના નેતાઓ તેમાં ભાગ લેવા જવાના હતા પરંતુ આ અંગેની મુખ્યમંત્રીને જાણ થતાં તેઓ પહેલાં ત્યાં પહોંચી ગયા જેથી કોંગ્રેસના આગેવાનો ત્યાં જાય નહી. જ્યારે ભાજપના પુરૂષોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે મુખ્યમંત્રી પહેલાંથી રામકથામાં જવાના હતા. તે પહેલાંથી જ નક્કી હતું.

2- ગુજરાતમાં કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને પૂર્વ ગૃહમંત્રી અમિત શાહ વિરૂદ્ધ ચુંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી. કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો છે કે અમિત શાહે ઢોલ-નગારા વગાડી રેલી યોજી છે જે આચાર સંહિતાનો ભંગ કર્યો છે.

3- ગુજરાતની વિધાનસભાની ચુંટણીમાં બીજા તબક્કાના મતદાન પહેલાં લોકોને રિઝવવાના પ્રયત્નો ચાલુ છે, વડોદરામાં એક કોંગ્રેસના ઉમેદવારની ગાડીમાં 15 પેટી દારૂ મળી આવ્યો છે, પોલીસે આ મુદ્દે કોંગ્રેસના ઉમેદવારના પુત્રને આરોપી ગણાવી તેની સામે કેસ દાખલ કર્યો છે.

4- ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસની ઓળખ બની ગયેલી ટીવી અભિનેત્રીએ ભાજપ પર તેના નામનો ખોટો ઉપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો છે. તેને આરોપ લગાવ્યો છે કે ભાજપ દ્રારા છાપવામાં આવેલા એક લેખમાં લખવામાં આવ્યું છે કે હું કોંગ્રેસ એ માટે પ્રચાર કરી રહી છું કારણ કે મને ખોબે ખોબે પૈસા મળ્યા છે.
આ મુદ્દે તુલિકાએ ભાજપને આડેહાથ લેતા કહ્યું હતું કે હું પહેલાં પણ કોંગ્રેસી હતી અને હંમેશા કોંગ્રેસી રહીશ.

5- ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મત આપવા માટે પોતાના સમર્થકો સાથે રાણીપ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ ઉમટી હતી. તેમણે પોતાના મતનો ઉપયોગ કર્યો છે. નરેન્દ્ર મોદીએ વિક્ટર સિમ્બોલ દર્શાવી લોકોનું અભિવાદન જીલ્યું હતું. ત્યારે કોંગ્રેસ દ્રારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે નરેન્દ્ર મોદી પોતાના સમર્થકો સાથે મતદાન મથકે પહોંચ્યા હતા જેને આચાર સંહિતાનો ભંગ કર્યો હોવાનું ગણવામાં આવે છે. જેથી અને ચુંટણી પક્ષ સમક્ષ રજુઆત કરીશું અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં તેવી માંગણી પણ કરીશું.

English summary
On pre election eve of phase 2, that are lots of happenings in political spectrum, let's have a close look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X