નિખિલ સવાણીનો આક્ષેપ મારી પણ સીડી બહાર પડી શકે છે.

Subscribe to Oneindia News

ગુજરાત માં આગામી વિધાનસભાની ચૂંટણી હવે કોંગેસ ભાજપ વચ્ચે નહિ પણ ભાજપ અને પાસ વચ્ચેની ચૂંટણી બની રહી છે. ત્યારે પૂર્વ પાસ લીડર નિખિલ સવાણીએ અમદાવાદમાં મીડિયાને જણાવ્યું હતું કે તેણે પાસમાંથી જયારે ભાજપમાં જોઈન્ટ કર્યું ત્યારે તેને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો અને હવે તેને ભાજપના નજીકના બિલ્ડર મુકેશ પટેલે તેને ધમકી આપી છે કે જો તે હાર્દિક પટેલ વિરુઘ પ્રચાર નહિ કરે તો તેની પણ સીડી રિલીઝ કરવામાં આવશે.

Nikhil Savani

નિખિલે આરોપ મુક્યો હતો કે મુકેશ પટેલે એવી પણ ધમકી આપી છે કે તે નિખિલના હાથપગ પણ તોડાવી નાખશે. તેમજ નિખિલ ને શંકા છે કે તે તેનું અકસ્માત પણ થઈ શકે તેમ છે. તેમજ તેણે કહ્યું હતું કે મારા અને મારા પરિવારને પણ જોખમ છે. જો અમને કંઈ થશે તો તેની જવાબદારી ગુજરાત સરકારની રહેશે. નિખિલે કહ્યું કે મને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયત્ન પણ ભાજપે કર્યો છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં નિખિલ ભાજપ વિરુદ્ધ પ્રચાર કરશે અને હાર્દિક સાથે રહીને અનામત માટે લડશે. ત્યારે આગામી દિવસોમાં હવે આ લડાઇ વધુ રસપ્રદ બનશે.

English summary
Nikhil savani claim businessman close to BJP threatening him. Read heremore.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.