For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા નીમાબહેન આચાર્ય

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીકર પદ માટે નીમાબહેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે કોંગ્રેસ વતી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંમતિ આપી હતી.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીકર પદ માટે નીમાબહેન આચાર્યના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે કોંગ્રેસ વતી વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ સંમતિ આપી હતી. ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય નીમાબેન આચાર્ય સોમવારના રોજ ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે.

Nimaben Acharya

વિપક્ષ કોંગ્રેસે નિમાબહેન આચાર્યના આ પદ માટે નામાંકનને સમર્થન આપ્યું હતું. જે બાદ સોમવારથી અહીં શરૂ થયેલા રાજ્ય વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રના પ્રથમ દિવસે તેમને નવા અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા.

Nimaben Acharya

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પીકર પદ માટે તેમના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો અને 182 સભ્યોના ગૃહમાં 65 ધારાસભ્યો ધરાવતા કોંગ્રેસ વતી પરેશ ધાનાણીએ કોંગ્રેસ વતી સંમતિ આપી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, 1960 માં ગુજરાતની રચના બાદ પ્રથમ વખત રાજ્ય વિધાનસભામાં એક મહિલા અધ્યક્ષ છે. હું તેમને સમગ્ર ગૃહ વતી અભિનંદન પાઠવું છું. નિમાબહેન આચાર્યએ ગૃહને ખાતરી આપી કે, તેઓ પોતાની નવી જવાબદારીને પોતાની ક્ષમતા મુજબ પૂરી કરવાનો પ્રયાસ કરશે.

Nimaben Acharya

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો.નીમા બહેન આચાર્યની સર્વાનુમતે વરણી આજે 14 મી વિધાનસભાના નવમા સત્રના પ્રથમ દિવસે કરવામાં આવી હતી.

ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી નવ નિયુક્ત અધ્યક્ષાને તેમના અધ્યક્ષીય સ્થાન તરફ દોરી ગયા હતા. ડો. નિમા બહેને સભાગૃહમાં સૌ સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો.

Nimaben Acharya

ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ 16 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવા રાજ્ય મંત્રીમંડળમાં જોડાયા બાદ સ્પીકરની જગ્યા ખાલી પડી હતી. ત્રિવેદી હાલમાં ભાજપ સરકારમાં મહેસૂલ તેમજ ધારાસભ્ય અને સંસદીય બાબતોના વિભાગનો હવાલો સંભાળી રહ્યા છે.

English summary
Gujarat Chief Minister Bhupendra Patel had proposed the name of Nimabahen Acharya for the post of Speaker. Opposition leader Paresh Dhanani on behalf of the Congress agreed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X