For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

AIIMSની પરીક્ષામાં સુરતની નિશિતા પુરોહિત આવી પ્રથમ

સુરતની યુવતી નિશિતા પુરોહિત આવી AIIMSમાં પ્રથમ, જાણો કેવી રીતે કરતી હતી મહેનત.

By Oneindia Staff Writer
|
Google Oneindia Gujarati News

સુરતઃ દેશભરમાં આવેલી AIIMSની 7 કોલેજમાં પ્રવેશ માટે લેવાયેલી પરીક્ષામાં દેશભરમાંથી 2 લાખ 84 હજાર 737 વિદ્યાર્થીઓ જોડાયા હતાં. જેમાં ગુજરાતીની પુત્રી નિશિતા પુરોહિત પ્રથમ આવીને બાજી મારી લીધી છે. જાહેર થયેલ પરિણામમાં સુરતની નિશિતા પુરોહિત ઓલ ઈન્ડિયામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. જે અંગે નિશિતા અને તેના પરિવારે ખુશી વ્યક્ત કરી છે. આ સમાચારથી સુરત અને ગુજરાતનું નામ ભારતભરમાં ઝળક્યું છે.

mbbs

નિશિતા, રાજસ્થાનના કોટા ખાતે આવેલી એલન ઈન્સ્ટીટ્યુટમાં અભ્યાસ કરતી હતી અને AIIMSમાં અભ્યાસ કરવાના લક્ષ્ય સાથે છેલ્લા બે વર્ષથી તડામાર તૈયારીઓ કરતી હતી. જેનું ફળ પણ નિશિતાને મળ્યું છે. નિશિતાએ ધોરણ 12 CBSE બોર્ડમાં 91 ટકા મેળવ્યા હતા. નિશિતા મુજબ અભ્યાસના સમયથી વધુ ચાર પાંચ કલાકોનું વાંચન કરતી હતી. નિશિતાએ દિલ્હી ખાતે આવેલી AIIMSમાં કાર્ડિયોલોજિસ્ટ બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઈમ્સમાં સિલેક્શન થવાનો ભરોસો તો તેને પહેલેથી જ હતો. જોકે, ટોપ કરવાનું વિચાર્યું નહોતું. બાસ્કેટ બોલમાં નેશનલ લેવલની પ્લેયર રહી ચુકેલી નિશિતાએ જણાવ્યું હતું કે, મેડિકલમાં કેરિયર બનાવવા માટે તેણીએ બાસ્કેટ બોલ રમવાનું છોડી દીધું હતું.

English summary
Nishita Purohit is topper in AIIMS MBBS 2017entrance results.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X