રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ લીધી બનાસકાંઠાની મુલાકાત

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ગામડાના લોકો જોડે મળીને પૂરમાં થયેલા નુક્શાન પર રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા બનતી સહાય આપવાનું આશ્વાસન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં પૂર બાદ ભારે તરાજી થઇ હતી. અને નીતા અંબાણી હંમેશાથી તેમના ચેરટી કાર્યો માટે જાણીતા છે. ત્યારે આજે તેમની આ મુલાકાતે ગામડાના લોકોની અનેક મુશ્કેલીઓ ઓછી કરી દીધી હતી. 

nita ambani

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ આજે પાટણ અને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અને સાથે જ તેમણે પૂરગ્રસ્તોને જીવન જરૂરિયાત વસ્તુઓ અને સાધન સામગ્રીનું પણ વિતરણ કર્યું હતું. સાથે જ તેમણે પૂરગ્રસ્ત ચાર ગામોને દત્તક લેવાની જાહેરાત પણ કરી હતી. જેથી આ ચાર ગામોમાં રાહત અને પુનર્વસનની કામગીરી શરૂ કરી શકાય. વધુમાં રિલાયન્સના કર્મચારીઓ દ્વારા પૂરગ્રસ્ત બનાસકાંઠામાં 9 હજારથી વધુ ફૂટ પેકેટ, 500 જેટલા ઘાબળા અને 5000 જેટલી રસોઇની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે કપડાં અને ઘાસચારાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

સાથે જ રિલાયન્સ ફાઉન્ડેશને હેલ્પલાઇન શરૂ કરીને આંતરિયાળ ગામોને બનતી મદદ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આવું પહેલી વાર નથી બન્યું કે નીતા અંબાણી અને તેમના ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના ગામડાઓને મદદ પહોંચાડવામાં આવી હોય આ પહેલા પણ ભૂકંપ વખતે પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સહાય આપવામાં આવી હતી. સાથે દેશમાં અનેક જગ્યાએ આ ફાઉન્ડેશન દ્વારા અનેક ચેરીટી કાર્યો કરવામાં આવે છે.

English summary
Nita Ambani visits flood affected area in Banaskantha. Also give assurance to villagers to help them.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.