ગુજરાત બજેટ : 21મી ફેબ્રુઆરીએ નીતિન પટેલ રજૂ કરશે બજેટ

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 20 ફેબ્રુઆરીથી શરૂ થશે. અને 21મી ફેબ્રુઆરીના રોજ નાણાંપ્રધાન નીતિન પટેલ રૂપાણી સરકારનું પહેલું સામાન્ય બજેટ રજૂ કરશે. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ આ બજેટમાં રૂપાણી સરકાર અનેક પ્રજાલક્ષી નીતિઓની જાહેરાત કરશે.નોંધનીય છે કે આનંદીબેન પટેલના રાજીનામા પછી ડેપ્યુટી સીએમ નીતિન પટેલ આ વિધાનસભા ટર્મનું છેલ્લુ બજેટ રજૂ કરશે. અને આ બજેટને અન્ય કોઇ પણ બજેટ કરતા વધુ પ્રજાલક્ષી એટલા માટે રાખવામાં આવશે કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તે દ્વારા પોતાના પ્રચાર-પ્રસાર કરી શકે.

nitin patel


નોંધનીય છે કે આ વખતના બજેટમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે જે નવી ગાઇડલાઇનો બહાર મૂકી છે તેને બજેટમાં પહેલી વાર સમાવવામાં આવશે. સાથે આ બજેટમાં ખેડૂતો લક્ષી રાહતો પર ખાસ ભાર મૂકવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ગત બજેટ પણ 1,51,800 કરોડનું હતું. ત્યારે આ બજેટમાં નવી જોગવાઇ કરી 2 લાખ કરોડની આસપાસનું બજેટ રહેશે તેવી સંભાવનાઓ રહેલી છે.

English summary
Nitin patel will represent 2017-18 budget on 22 February 2017. Read here what's new in this budget.
Please Wait while comments are loading...