નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે ‘ડી’ કેટેગરીના ૧૦૪ આવાસોનું વસ્ત્રાપુર ખાતે લોકાર્પણ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રૂ. ૩૨.૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડી-કક્ષાના ૧૦૪ બહુમાળી આવાસોનું નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

nitinbhai patel

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, કર્મચારીઓ પોતાના જે-તે કાર્ય સ્થળે રહે અને તેમને રહેવા માટેની સારી સગવડ મળે તો તેમની કાર્યક્ષમતામાં વધારો થતો હોય છે અને તેમનુ કાર્ય સારી રીતે કરી શકે છે.

૩૦ વર્ષ થી પણ વધુ સમય પહેલા બનેલ મકાનોમાં આધુનિક સગવડ ન હોવાને કારણે તથા મકાનો જૂના થવાથી નાના–મોટા રિનોવેશન જરૂરી બનતા હોય છે. આ ઉપરાંત નવા બનનાર મકાનો બહુમાળી હોવાને કારણે વધુ કર્મચારીઓનો સમાવેશ કરી શકાય છે.

પાછલા કેટલાક વર્ષો થી સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી મોટા પ્રમાણમાં થતા આવાસોની જરૂરીયાત ઉભી થઈ છે તેવામાં સરકાર દ્વારા અત્યાધુનિક આવાસોનું નિર્માણ સમગ્ર ગુજરાતમાં કરવામાં આવી રહ્યું છે.

તેમણે એમ પણ ઉમેર્યું હતુ કે, જે જમીન પર ૫૨ ક્વાટર્સની કેપેસીટી હતી ત્યાં કેટલાક ફેરફાર કરી ઉંચા ટાવર બનાવી ૧૦૦૦ જેટલા કવાટર્સ ઉભા કરવામાં આવ્યા છે. જેથી ૧૦૦૦ પરિવાર નિર્માણ પામેલ ટાવરમાં રહી શકશે. પરીવારને આવાસની ચાવી અર્પણ કરતા નાયબ મુખ્યમંત્રીએ આવાસમાં રહેનાર લાભાર્થીઓને સુખ અને સમૃધ્ધિ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છા પાઠવી હતી.

આપ્રસંગે વેજલપુરનાધારાસભ્યશ્રીકિશોરસિંહચૌહાણ,માર્ગઅનેમકાનવિભાગનાસચિવશ્રીએસ.પી.વસાવા, મુખ્યઈજનેરશ્રીકે.એમ.પટેલ, આસિસ્ટન્ટઈજનેરશ્રીકે.ડી.મહેતા,મકાન મેળવનાર પરિવારના સભ્યો તથાસ્થાનિકકોર્પોરેટરશ્રીઓઉપસ્થિતરહ્યાહતા.

English summary
Nitinbhai patel inaugurate 104 houses at vastrapur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.