ગરમી વધી પણ AMCના હિટ એક્શન પ્લાનના કોઇ ઠેકાણાં નથી!

Subscribe to Oneindia News

દિવસે - દિવસે ગરમીનો પારો વધતો જાય છે આજ સુધી AMCના દ્વારા હીટ એક્શન પ્લાન જાહેર કરવામાં નથી આવ્યો. મળતી માહિતી મુજબ 3 એપ્રિલના રોજ AMC હીટ એક્શન પ્લાન જાહેર કરે તેવી શક્યતા છે. આ વર્ષે અમદાવાદ શહેરના મહત્તમ તાપમાનમાં ગત વર્ષ કરતા વધારો થાય તેવી શક્યતા પણ છે. પણ AMC નિંદ્રામાં છે તેવું લાગી રહ્યું છે. ઉનાળામાં ગરમીમાં લોકોને રક્ષણ મળે તે માટે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિવિધ આયોજન કરી હીટ એકશન પ્લાન બનાવે છે. પરંતુ કોર્પોરેશન દ્વારા હજુ સુધી કોઈ ખાસ પ્લાન બનાવવામાં આવ્યો નથી તેવી સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

AMC- ahmedabad municipal corparation


AMC દ્વારા હીટ એક્શન પ્લાનમાં પાણીની પરબો ખોલવી, હોસ્પિટલમાં જરૂરી વ્યવસ્થા કરવી,બગીચા મોડે સુધી ખુલ્લા રાખવા, એલર્ટ જાહેર કરવુ વગેરે જેવા આયોજનો કરવામાં આવે છે. જોકે આ પ્રકારનું આયોજન તંત્ર સમયસર કરતુ નથી. દિવસે - દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે છતાં હજી સુધી કોર્પોરેશનના હીટ એક્શન પ્લાનના ઠેકાણા નથી. 3 એપ્રિલે પ્લાન જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે અને તે જાહેર થયા બાદ અમલીકરણમાં પણ થોડા દિવસો નીકળી જશે ત્યારે ઝડપથી પ્લાન બનાવી તેનું અમલીકરણ થાય તે જરૂરી છે. જેથી લોકોને હીટ વેવથી બચી શકે

English summary
No hit action plan announced by Ahmedabad municipal corporation till now.
Please Wait while comments are loading...