For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ ટાવરો પર સરકાર ટેક્સ લગાવી ના શકે: ગુજરાત હાઇકોર્ટ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

mobile-tower
અમદાવાદ, 26 એપ્રિલ: ગુજરાત હાઇકોર્ટે વિવિધ મોબાઇલ કંપનીઓને રાહત આપતાં એક મહત્વનો ચુકાદો આપ્યો છે. ગુજરાત સુપ્રીમ કોર્ટે સ્થાનિક અધિકારી સુધારા એક્ટ 2011ની કેટલીક જોગવાઇઓને અસંવૈધાનિક જાહેરા કરી જેમાં સ્થાનિક એકમોની બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા મોબાઇલ ટાવરો પર પ્રોપર્ટી ટેક્સ લગાવવાનો અધિકાર આપવામાં આવ્યો છે.

ન્યાયમૂર્તિ અકિલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની ખંડપીઠે કહ્યું હતું કે મોબાઇલ ટાવર બિલ્ડિંગ નથી અને તેમની પર પ્રોપર્ટી ટેક્સ લગાવી શકાય નહી. પીઠે રાજ્યભરમાં વિભિન્ન કંપનીઓ પાસે વસૂલવામાં ઇન્કમ ટેક્સને પરત કરવાનો આદેશ આપ્યો છે.

ગુજરાત હાઇકોર્ટે પોતાનાના ચુકાદામાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કે તેના સત્તાવાળાઓ જમીન કે મિલ્કત પર પ્રોપર્ટી ટેક્સ વસૂલી શકે છે પરંતુ મોબાઇલ ટાવર એ કોઇ બિલ્ડિંગ કે ઇમારતની વ્યાખ્યામાં આવતા નથી અને તેથી તેની પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની સત્તાવાળાઓને કોઇ સત્તા નથી. પ્રોપર્ટી ટેકસ વસૂલવાની બાબત એ સરકાર કે સત્તાવાળાઓના અધિકારક્ષેત્ર બહારની છે, તેથી ગેરકાયદે અને રદબાતલ થવાપાત્ર ઠરે છે. જો કે, હાઇકોર્ટે મોબાઇલ ટાવરની નીચે મોબાઇલ કંપની દ્વારા રૂમનું બાંધકામ કરાયું હોય તો તેની પર પ્રોપર્ટી ટેક્સ વસૂલવાની સત્તાવાળાઓને પરવાનગી આપી હતી.

English summary
The Gujarat High Court Thursday struck down as unconstitutional a legal provision introduced by the state government that enabled local institutions of self-governance to levy property tax on mobile towers while considering them as buildings.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X