Weather News: ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ, હવામાન વિભાગનું યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં સાત દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, અરવલ્લીમાં વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, તો છોટાઉદેપુર, ડાંગ, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યના આ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ
હવામાન વિભાગે નર્મદા, તાપીમાં યલો એલર્ટ સાથે વરસાદની આગાહી કરી છે, અમદાવાદ, ગાંધીનગરમાં ગાજવીજ સાથે ઝાપટા પડશે અને વડોદરામાં પણ ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે, વરસાદની લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે, તો રાજ્યમાં આ અઠવાડીયામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.
દેશના અન્ય રાજ્યોમાં કેવી છે વરસાદની સ્થિતિ?
IMDની આગાહી મુજબ 21 જુલાઈએ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 17 જુલાઈ સુધી રાજસ્થાનમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, 17 જુલાઈથી 21 જુલાઈ સુધી ઉત્તરાખંડમાં, 17 જુલાઈએ પૂર્વી ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્ર અને મેદાનોમાં ઘણી જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.












Click it and Unblock the Notifications
