મોદીની કટ્ટર વિરોધી મલ્લિકાએ પકડ્યો 'આપ'નો હાથ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 8 જાન્યુઆરી: દિલ્હી વિધાનસભામાં ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવનાર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીને જનતાનો જોરદાર પ્રતિસાદ મળતા જાણે આખા દેશમાં 'આપ'નો જુવાળ ફાટી નિકળ્યો છે. દરેક રાજ્યોમાં લોકો દ્વારા આમ આદમી પાર્ટીમાં જોડાવાની હોડ લાગી છે. ગુજરાતમાં પણ નરેન્દ્ર મોદીના વિરોધીઓ આપનો હાથ પકડી રહ્યા છે.

જાણિતા વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઇની દીકરી અને પ્રખ્યાત નૃત્યાંગના મલ્લિકા સારાભાઇ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગઇ છે. ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કટ્ટર વિરોધી મનાતી મલ્લિકા લાલકૃષ્ણ આડવાણીની વિરુધ્ધ ચૂંટણી લડશે.

mallika sarabhai
આમ આદમીનો હાથ પકડનાર મલ્લિકા સારાભાઇએ જણાવ્યું કે અરવિંદ કેજરીવાલની સાથે તેમણે ઘણું કામ કર્યું છે અને તેમની પાર્ટીનો ઉદ્દેશ્ય તેમની હૃદયની નજીક છે. સારાભાઇએ જણાવ્યું કે દરેક પાર્ટીએ દેશને દગો આપ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે 2009માં મલ્લિકા ગાંધીનગરથી લાલકૃષ્ણ આડવાણીની વિરુધ્ધ ચૂંટણી લડી ચૂકી છે. તે સમયે અડવાણી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હતા અને મલ્લિકાએ હારનો સામનો કરવો પડ્યો હતો. મલ્લિકા પહેલા પણ ઘણી હસ્તિઓ આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ચૂકી છે. જેમાં કનુભાઇ કળસરિયાનો પણ સમાવેશ થાય છે.

English summary
Well known Scientist Vikram Sarabhai's daughter and Noted danseuse Mallika Sarabhai to join AAP, will fight election against L.K. Advani.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.