For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરની પાંચ બેઠકો પર ખર્ચ નિરીક્ષણના બીજા તબક્કામાં કુલ ૫૦માંથી ૪૬ ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબો રજૂ કરાયા

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગ માટે આગામી તા.૫ ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા આજે તા.૨૯ નવેમ્બરના રોજ બીજા તબક્કામાં ઉમેદવારો પાસેથી ખર્ચ

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગ માટે આગામી તા.૫ ડિસેમ્બરના રોજ મતદાન યોજાનાર છે, ત્યારે ચૂંટણી પંચ દ્વારા નિમણૂક કરવામાં આવેલા ખર્ચ નિરીક્ષકો દ્વારા આજે તા.૨૯ નવેમ્બરના રોજ બીજા તબક્કામાં ઉમેદવારો પાસેથી ખર્ચની વિગતો મંગાવી ચકાસણી કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લાની પાંચેય બેઠક પરના કુલ ૫૦ ઉમેદવારોમાંથી ૪૬ ઉમેદવારોએ ઉપસ્થિત રહી વિગતો રજૂ કરી હતી. જ્યારે તા. ૨૫મી નવેમ્બરના રોજ યોજાયેલી ખર્ચ નિરીક્ષણ માટેની પ્રથમ બેઠકમાં હિસાબો રજૂ નહીં કરનારા ૧૩ ઉમેદવારોને નોટિસ મોકલવામાં આવી હતી.

ELECTION
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં ખર્ચ નિરીક્ષકશ્રીઓ દ્વારા જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગના ઉમેદવારોને પોતાના ખર્ચ રજૂ કરવા માટે તા. ૨૫, ૨૯ નવેમ્બર અને તા. ૦૩ ડિસેમ્બર, ૨૦૨૨ નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત ૩૬-ગાંધીનગર(ઉત્તર) અને ૩૭-માણસા ખર્ચ નિરીક્ષક શ્રી વી.એસ નેગી દ્વારા, જ્યારે ૩૪-દહેગામ, ૩૫- ગાંધીનગર (દક્ષિણ) અને ૩૮-કલોલના ખર્ચ નિરીક્ષક શ્રી સંતોષકુમાર દ્વારા કલેકટર કચેરી, ગાંધીનગર ખાતે મતદાર વિભાગના ઉમેદવારોના ખર્ચના હિસાબની તપાસણી કરવામાં આવી રહી છે. જેમાં આજે તા.૨૯ નવેમ્બરના રોજ બીજા તબક્કામાં ગાંધીનગર(ઉ) બેઠક પર કુલ ૧૦માંથી ૯, ગાંધીનગર(દ) બેઠક પર ૧૧માંથી ૯, દહેગામ બેઠક પર તમામ ૭, માણસા બેઠક પર ૧૦માંથી ૯, જ્યારે કલોલ બેઠક પર તમામ ૧૨ ઉમેદવારોએ સંબંધિત ખર્ચ નિરીક્ષકશ્રી સમક્ષ પોતાના ખર્ચના હિસાબો રજૂ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોના ખર્ચના હિસાબોની ચકાસણી અંતર્ગત શેડો રજિસ્ટર તથા ફોલ્ડર ઓફ એવિડન્સની ચકાસણી કરવામાં આવે છે. જે અંતર્ગત ગત તા. ૨૫મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં સંલગ્ન ખર્ચ નિરીક્ષક સમક્ષ ગાંધીનગર મતવિસ્તારના કુલ-૫૦ ઉમેદવારો પૈકી ૩૭ (સાડત્રીસ) ઉમેદવારો દ્વારા ખર્ચના હિસાબ, શેડો રજિસ્ટર તથા ફોલ્ડર ઓફ એવિડન્સની ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે આ બેઠકમાં ગેરહાજર રહેલા ૧૩ ઉમેદવારોને ખર્ચના હિસાબો રજૂ કરવા નોટિસ પાઠવી જણાવવામાં આવ્યું છે.

જે અંતર્ગત ખર્ચ નિરીક્ષકશ્રીઓ દ્વારા ૩૪- દહેગામના અપક્ષ ઉમેદવાર અમૃતભાઇ પુરૂષોત્તમભાઇ પટેલ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર વખતસિંહ અમરતસિંહ ચૌહાણ, ૩૫- ગાંધીનગર(દ)ના અપક્ષ ઉમેદવાર કેયુર ચીમનભાઇ આચાર્ય, ધર્મેન્દ્રકુમાર ચીમનભાઇ સોલંકી અને વિનોદકુમાર કચરાભાઇ સોલંકી, ૩૬- ગાંધીનગર(ઉત્તર)ના ઉમેદવાર મહેન્દ્રભાઇ સોમાભાઇ પટ્ટણી, પઠાણ મોહમ્મદ ઇઝહારખાન અલદાદખાન, પઠાણ મહમદ ફારૂખ બિસ્મિલ્લાખાન, ૩૭- માણસાના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર નરેશભાઇ મુળજીભાઇ પરમાર, અપક્ષ ઉમેદવાર અશ્વિનભાઇ તલાજી ઠાકોર અને ભરતકુમાર અમરાજી ઠાકોર અને ૩૮-કલોલમાં અપક્ષ ઉમેદવાર રજનીકાન્ત અંબાલાલ પટેલ અને કનૈયાલાલ કેશવલાલ પ્રજાપતિને નોટિસ આપવામાં આવી હોવાનું ખર્ચ મોનિટરિંગ સેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

English summary
Notice to 13 candidates who did not give account of expenses in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X