• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હાર્દિક પટેલના પિતાએ ક્રોંગ્રેસને ટેકો જાહેર કર્યો

|

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

સૌરાષ્ટ્રમાં અનામત માંગતા પાટીદારોના વળતા પાણી

સૌરાષ્ટ્રમાં અનામત માંગતા પાટીદારોના વળતા પાણી

પાટીદારોના અનામત આંદોલનના ગઢ મનતા મોરબીમાં પાસના કાર્યકર્તાઓએ પાસમાંથી રાજીનામાં આપી મુખ્યમંત્રી આનંદીબેનને ટેકો જાહેર કર્યો છે. આ પાટીદારોએ મુખ્યમંત્રી આનંદીબેનના સુવર્ણોના પેકેઝને વધાવીને અનામત આંદોલનમાંથી પાછી પાની કરી છે.

હાર્દિક પટેલને આર્થિક મદદ કરનારને ક્રાઇમ બ્રાન્ચે સમન્સ ફટકાર્યો

હાર્દિક પટેલને આર્થિક મદદ કરનારને ક્રાઇમ બ્રાન્ચે સમન્સ ફટકાર્યો

અમદાવાદની ક્રાઇમ બ્રાન્ચે મનસુખ પટેલ, દિલિપ પટેલ, દેવેન્દ્ર પટેલ અને ઉમેશ પટેલ નામના ચાર પાટીદારોને સમન્સ ફટકાર્યો છે. આ તમામ પર હાર્દિક પટેલ અને અનામત આંદોલનમાં આર્થિક રીતે ફંડ અને મદદ કરવાનો આરોપ છે.

હાર્દિક પટેલના પિતાએ ક્રોંગ્રેસને ટેકો જાહેર કર્યો

હાર્દિક પટેલના પિતાએ ક્રોંગ્રેસને ટેકો જાહેર કર્યો

હાર્દિક પટેલના પિતા ભરતભાઇએ આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ક્રોંગ્રેસને પોતાનો ટેકો જાહેર કર્યો છે. અરવલ્લીના ભાયડમાં 500 પાટીદાર યુવાનો પણ આ સાથે બીજેપી છોડી ક્રોંગ્રેસમાં જોડાયા હતા.

ગીરમાં 6 વર્ષના બાળક પર દિપડા કર્યો હુમલો

ગીરમાં 6 વર્ષના બાળક પર દિપડા કર્યો હુમલો

સોમનાથ-વેરાવળના નાવદ્રા ગામે એક 6 વર્ષના બાળક પર દિપડાએ હુમલો કરતા બાળકનું મોત થયું છે. વાડી વિસ્તારમાં થયેલી આ ધટનામાં ગ્રામજનો દિપડાના મોઢામાંથી છોકરાને છોડાવી શક્યા પણ તેના પ્રાણ ના બચાવી શક્યા.

જૂનાગઢના કોર્પોરેટરને મળ્યો ઉર્દૂમાં લખેલો ધમકીપત્ર

જૂનાગઢના કોર્પોરેટરને મળ્યો ઉર્દૂમાં લખેલો ધમકીપત્ર

જૂનાગઢના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર એભા કટારાના ઘરે પોસ્ટથી એક ધમકી ભરેલો પત્ર મળતા તંત્ર સાબદૂ કરાયું હતું. નોંધનીય છે કે આ પત્ર ઉર્દૂમાં લખાયો છે. જેમાં કટારા અને તેના પરિવારના સભ્યોને દિવાળીના દિવસે કે તે પહેલા બોમ્બથી ઉડાવાની ધમકી આપવામાં આવી છે. જે બાદ પોલિસને જાણ કરાતા પોલિસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે આ પહેલા પણ કટારાને ધમકી ભરેલા પત્ર મળ્યા છે અને તેમના ત્યાં ફાયરીંગના થવાના પણ બનાવ થયા છે.

વડોદરામાં નકલી નોટો બનાવતી એક ગેંગ ઝડપાઇ

વડોદરામાં નકલી નોટો બનાવતી એક ગેંગ ઝડપાઇ

વડોદરા પોલિસે બાતમીના આધારે પશ્ચિમ બંગળાથી આવેલા ત્રણ યુવકોની ગેંગને પકડી પાડી છે. આ લોકો પાછલા કેટલાક સમયથી નકલી નોટો બનાવતા હતા વધુમાં તેમની પાસે 1000 અને 500ની નકલી નોટોનો જથ્થો પણ મોટા પ્રમાણમાં મળી આવ્યો છે. જે બાદ પોલિસે વધુ તપાસ આદરી છે.

અમદાવાદના શાહપુરમાં પોલિસ પર સ્થાનિકો કર્યો પથ્થરમારો

અમદાવાદના શાહપુરમાં પોલિસ પર સ્થાનિકો કર્યો પથ્થરમારો

રવિવાર રાતે, અમદાવાદના શાહપુરમાં આવેલ નગોરીવાડમાં સ્થાનિકોએ પોલિસ પર કર્યો પથ્થરમારો. નોંધનીય છે કે પોલિસ અહીં મહિલા બુટલેગર સત્વતીને પકડવા માટે ગઇ હતી. જે દરમિયાન પોલિસે સ્થાનિકો પર લાઠીચાર્જ કરતા સ્થાનિકોએ પોલિસ પર પથ્થરમારો કર્યો હતો. જે બાદ પોલિસે ટીયરગેસના 2 સેલ છોડતા ટોળું વેરવિખેર થયું હતું. જે બાદ હાલ અહીં સ્થિતિ કાબુમાં છે.

પતિને આડાસંબંધો ખબર પડતા પત્ની કર્યો આપધાત

પતિને આડાસંબંધો ખબર પડતા પત્ની કર્યો આપધાત

અમદાવાદના વસ્ત્રાપુરમાં એક મહિલાએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી છે. આ પરણિત મહિલાને એક યુવક જોડે પ્રેમ હતો. ત્યારે મહિલાના પતિ દ્વારા આ બન્નેની વાતચીત મોબાઇલ પર રેકોર્ડ કરાઇ જતા અને પતિ સામે આ આડાસંબંધની જાણ થઇ જતા મહિલાએ આત્મહત્યા કરી હતી.

ભાજપ નેતા દિલિપ સંધવીએ નલિન કોટડિયાને મહમ્મદઅલી ઝીણાં સાથે સરખાવ્યા

ભાજપ નેતા દિલિપ સંધવીએ નલિન કોટડિયાને મહમ્મદઅલી ઝીણાં સાથે સરખાવ્યા

ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા પાછલા કેટલાક સમયથી ભાજપ વિરુદ્ધ કાર્યવાહી કરતા હોઇ ભાજપના નેતા દિલીપ સાંધવીએ આ અંગે નલિન કોટડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. પાટીદાર અનામત આંદોલન માટે ધર્મપરિવર્તન કરવાની વાત કરતા નલિનભાઇને દિલીપ સાંધવીએ મોહમ્મદ અલી ઝીણા સાથે સરખાવી કહ્યું કે નલિનભાઇ તેમના જ માર્ગ પર ચાલી રહ્યા છે.

દિલિપ સંધવીના આરોપેને નલીન કોટડિયા ફગાવ્યા

દિલિપ સંધવીના આરોપેને નલીન કોટડિયા ફગાવ્યા

ભાજપના દિલિપ સંધવીએ જ્યાં ભાજપના ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાને મહોમ્મદ અલી ઝીણા સાથે સરખાવ્યા ત્યાં જ કોટડિયા આ તમામ આરોપને ફગાવી જણાવ્યું કે ગુજરાત અને કેન્દ્રમાં હિંદુ સરકાર હોવા છતાં હિંદુઓ પર અત્યાચાર થાય છે. વધુમાં નલિન કટોડિયા આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારના આવા વર્તન લીધે પાટીદારોને ધર્મપરિવર્તન કરવું પડી રહ્યું છે.

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં 10 બાળકોની થઇ મોત

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં 10 બાળકોની થઇ મોત

ભાવનગરની સરકારી હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં 10 નવજાત બાળકોની ભેદી મોત થતા જિલ્લા કલેક્ટરે એક ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. જે બાદ વડોદરા અને રાજકોટની ટીમ આ અંગે તપાસ કરી હતી. બાળકોની મોત થતા અહીં ભરેલી અગ્નિ જેવી સ્થિતિ છે.

હવામાં ઉડવા થઇ જાવ તૈયાર, પેરાગ્લાડીંગ ફેસ્ટિવલની શરૂઆત

હવામાં ઉડવા થઇ જાવ તૈયાર, પેરાગ્લાડીંગ ફેસ્ટિવલની શરૂઆત

જાણીતા પ્રવાસ મથક સાપુતારામાં પેરાગ્લાઇડીંગ ફેસ્ટિવલની શરૂઆત કરવામાં આવી છે. પહેલી નવેમ્બરથી 31મી જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા ગિરિમથ સાપુતારામાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. ત્યારે દિવાળી વેકેશનને ધ્યાનમાં રાખી શરૂ કરવામાં આવેલા ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો જોડેશે તેવી શક્યતા છે.

પાટીદારોની અનામત જંગમાં હવે તમામ સુવર્ણોને સમાવાશે: લાલજી

પાટીદારોની અનામત જંગમાં હવે તમામ સુવર્ણોને સમાવાશે: લાલજી

રવિવારે, ગાંધીનગરમાં સરદાર પટેલ ગ્રુપની બેઠકમાં લાલજી પટેલે જાહેરાત કરી હતી કે તેમનું અનામત આંદોલન ખાલી પાટીદારો પૂરતું જ ના રાખતા સમગ્ર સુવર્ણ સમાજનું બનશે. અને સુવર્ણોને પણ તેમાં સાંકળવાની તાજવીજ હાથ ધરવામાં આવશે. લાલજી પટેલ આ અંગે જણાવ્યું હતું કે તે સમગ્ર સુવર્ણ સમાજ આર્થિક સંકડામણથી કંટાળીને હવે અનામત ઝંખી રહ્યો છે. જે માટે તે ટૂંક સમયમાં તમામ સુર્વણ વર્ગને તેમના સંગઠનમાં જોડવામાં આવશે.

English summary
November 02: Top Local news of Gujarat read in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more