હાર્દિક પટેલના હેબીયસ કોર્પસ કેસની સુનવણી હવે 6 નવેમ્બરે

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલના હેબીયસ કોર્પસ કેસની સુનવણી હવે 6 નવેમ્બરે

હાર્દિક પટેલના હેબીયસ કોર્પસ કેસની સુનવણી હવે 6 નવેમ્બરે

ગુજરાત હાઇકોર્ટે હાર્દિક પટેલના હેબીયસ કોર્પસ કેસની સુનવણી હવે 6 નવેમ્બર સુધી મોકૂફ રાખી છે. હાર્દિક પટેલના વકીલ આ કેસમાં પટિશન દાખલ કરવા વધુ સમય માંગતા આ સુનવણીને મોકૂફ રાખવામાં આવી છે. નોંધનીય છે કે હાર્દિક પટેલ પર લાગેલા રાજદ્રોહના મામલે તેના વકીલે હવે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.

ભાજપે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા

ભાજપે વડોદરા કોર્પોરેશનની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કર્યા

વડોદરામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વોર્ડ 1 અને 9 સાથે અમુક વોર્ડના નામો બાદ કરતા તમામ નામો ભાજપે જાહેર કર્યા છે. વળી શહેર ભાજપા પ્રમુખ ભરતભાઇ ડાંગર 12 નંબરના વોર્ડથી આ ચૂંટણી લડવાના છે.

મોદીને મળી રાહત હાઇકોર્ટે ફગાવી અરજી

મોદીને મળી રાહત હાઇકોર્ટે ફગાવી અરજી

લોકસભાની ચૂંટણી વખતે કમળ સાથે મીડિયા સામે સેલ્ફી પડાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટમાં આ અંગે જે આચારસંહિતા ભંગ કરવાનો કેસ ચાલે છે તેની અરજીને હાઇકોર્ટે ફગાવી છે.

ભરૂચની નેતાની હત્યા માટે એટીએસની મદદ લેવાઇ

ભરૂચની નેતાની હત્યા માટે એટીએસની મદદ લેવાઇ

ત્રણ દિવસ પહેલા ભાજપના ભરૂચ ખાતાને એ ખમતીધર નેતાઓ શિરિષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીને ગોળીએથી મારનાર હત્યારાઓનો સુરાગ મેળવવા માટે અમદાવાદથી એટીએસની ટીમને બોલાવામાં આવી છે. જેમણે ધટના સ્થળની મુલાકાત લઇ તપાસ હાથ ધરી હતી.

કોકિલાબેન અંબાણી કર્યા સોમનાથના દર્શન

કોકિલાબેન અંબાણી કર્યા સોમનાથના દર્શન

સ્વર્ગીય ધીરુભાઇ અંબાણીના પત્ની અને અંબાણી પરિવારના વડીલ તેવા કોકીલાબેન અંબાણીએ સોમાનાથની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે મંદિરમાં આરતી અને પૂજાઅર્ચના કરી ધન્યતા અનુભવી હતી.

અલ્પેશ ઠાકર: અનામત આંદોલનમાં જોડાયેલાને ટિકિટ આપી તો..

અલ્પેશ ઠાકર: અનામત આંદોલનમાં જોડાયેલાને ટિકિટ આપી તો..

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોના નામ ટૂંક સમયમાં ભાજપ અને ક્રોંગ્રેસ જાહેર કરશે. પણ તે પહેલા એકતા સમિતિના કન્વીનર અલ્પેશ ઠાકરે જાહેરાત કરી છે કે જો કોઇ પણ પક્ષે અનામતના આંદોલનમાં ભાગ લીધેલા નેતાઓને ટિકિટ આપી તો અમે તેને ઘર ભેગા કરી દઇશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X