હાર્દિક પટેલને હવે જેલમાં ઘરનું ખાવાનું મળશે

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

હાર્દિક પટેલને હવે જેલમાં ઘરનું ખાવાનું મળશે.

હાર્દિક પટેલને હવે જેલમાં ઘરનું ખાવાનું મળશે.

ક્રોંગ્રેસના નેતા અને હાર્દિક પટેલના પિતા ભરતભાઇ પટેલે સોમવારે, સુરતની લાઝપોર જેલ ખાતે હાર્દિક પટેલની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે હવે જેલમાં હાર્દિક પટેલને ઘરનું ખાવાનું મળી શકશે. આ માટે તેના વકીલ દ્વારા અરજી કરવામાં આવી હતી જેને કોર્ટે મંજૂર કરી છે.

ગીરમાં નરભક્ષી દિપડાનો આતંક, 5 વર્ષના બાળકનું મોત

ગીરમાં નરભક્ષી દિપડાનો આતંક, 5 વર્ષના બાળકનું મોત

ગીરના સોમનાથ જિલ્લાના નખડા ગામે નરભક્ષી દિપડાનો આતંક ફેલાયો છે. 5 વર્ષના બાળકને દિપડાએ ફાડી ખાતા ગ્રામજનો વનવિભાગને જાણ કરી હતી. જે બાદ દિપડાને પકડવામાં માટે વનવિભાગે પાંજરું મૂક્યું હતું.

આનંદીબેને ઉમેદવારોને જનસંપર્ક વધારવાની આપી સલાહ

આનંદીબેને ઉમેદવારોને જનસંપર્ક વધારવાની આપી સલાહ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક ઠેકાણે ભાજપ તેના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ત્યારે સોમવારે, મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે અમદાવાદના બાપુનગર સહિત 5 વિસ્તારોમાં બીજેપી કાર્યલયનું ઉદ્ધાટન કરાયું. આ પ્રસંગે આનંદી બેને ઉમેદવારોને ઘરે ઘરે જઇને જનલંપર્ક કરવાનું જણાવ્યું હતું.

મોંધવારી છતાં ફટાકડાનું ધૂમ વેચાણ

મોંધવારી છતાં ફટાકડાનું ધૂમ વેચાણ

અમદાવાદમાં ફટાકડાના વેચાણ પર મોંધવારીની અસર જોવા મળી હતી. જો કે ફટાકડાના ભાવમાં 15 થી 20 ટકાનો વધારો હોવા છતાં લોકો મોટી સંખ્યામાં ફટાકડાની ખરીદી કરતા જોવા મળ્યા હતા.

ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ઉમેદવારોની પડાપડી

ચૂંટણી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, ઉમેદવારોની પડાપડી

સોમવારે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાના કારણે મોટી સંખ્યામાં અમદાવાદ ભાજપ અને ક્રોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. અને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.

અમદાવાદમાં રિલિઝ પહેલા ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું 70 ટકા બુકિંગ

અમદાવાદમાં રિલિઝ પહેલા ફિલ્મ પ્રેમ રતન ધન પાયોનું 70 ટકા બુકિંગ

અમદાવાદમાં શુક્રવારે રિલિઝ થનારી સલમાન ખાનની ફિલ્મ પ્રેમ રતન ધન પાયોની ટિકિટોનું 70 ટકા એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. દિવાળીના દિવસે રિલિઝ થનારી આ ફિલ્મ માટે મોટા ભાગના મિલ્ટીપેક્સ અને થિયેટરો અત્યારથી જ બુક થઇ ગયા છે.

આણંદના મંદિરના પૂજારી કરાઇ ધાતકી હત્યા

આણંદના મંદિરના પૂજારી કરાઇ ધાતકી હત્યા

આણંદના રંગાઇપુરા ગામે હનુમાન મંદિરના પૂજારીની ધાતકી હત્યા કરવામાં આવી છે. પોલિસને લૂંટના કારણે આ હત્યા કરાઇ હોય તેવું લાગી રહ્યું છે. નોંધનીય છે કે મૃતક રામશરણદાસ પાછલા 25 વર્ષોથી આ મંદિરમાં રહેતા હતા.

વડોદરામાં ફરી જોવા મળ્યો પત્રનો આતંક

વડોદરામાં ફરી જોવા મળ્યો પત્રનો આતંક

વડોદરા એરપોર્ટ, એસ.ટી ડિપો અને રાવપુરા સહિત, ઓરિયન્ટલ બેંક ઓફ કોમર્સને ઉડાવી દેવાની ધમકી ભરેલો એક પત્ર મળતા બોમ્મ સ્કોર્ડે બેંકની સધન તપાસ કરી હતી પણ વાંધાજનક કંઇ મળ્યું નહતું. નોંધનીય છે કે ઇન્ડિયન મુઝાહિદ્દીનના નામે પાછલા કેટલાય વખતથી વડોદરામાં આવા ધમકી ભરેલા પત્રો આવી રહ્યા છે જેણે પોલિસનું ઊંધ હરામ કરી દીધી છે.

વડોદરામાં જોવા મળ્યો ગોલ્ડ રશ, 50 કરોડનું વેચાણ

વડોદરામાં જોવા મળ્યો ગોલ્ડ રશ, 50 કરોડનું વેચાણ

સોમવારે, ધનતેરસ નિમિત્તે ગુજરાતભરમાં અનેક જગ્યાએ લોકોએ મોટા પાયે સોના ચાંદીના ધરેણા, માતાજીની મૂર્તી અને સિક્કાઓની ખરીદી કરી હતી. ત્યારે ખાલી વડોદરામાં જ લગભગ 50 કરોડના સોના ચાંદીનું વેચાણ થયું હતું તેવું માનવામાં આવી રહ્યું છે.

જૂનાગઢમાં ઉજવાયો આઝાદી દિવસ

જૂનાગઢમાં ઉજવાયો આઝાદી દિવસ

સોમવારે, જૂનાગઢના આઝાદી દિનની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. જેમાં જાણીતા સંત ભરતબાપુ સહિત અનેક સાધુ સંતોએ હાજરી આપી ધ્વજવંદન કર્યું હતું. નોંધનીય છે કે ભારત આઝાદ થયું તે બાદ ફોજદારી કાર્યવાહી કરીને જૂનાગઢને ભારતમાં સામેલ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં પણ ઉમેદવારો ભર્યા ફોર્મ

રાજકોટમાં પણ ઉમેદવારો ભર્યા ફોર્મ

રાજકોટમાં પણ સોમવારે, ભાજપના અને ક્રોંગ્રેસના ઉમેદવારોએ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી ફોર્મ ઉમેદવારો ભર્યા હતા. નોંધનીય છે કે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકોટની રિટનીંગ ઓફિસમાં ઉમેદવારો અને કાર્યકર્તાઓનો ભારે રસ જોવા મળ્યો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X