Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નવેમ્બર 21, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

ahmedabad-airport
ઇબોલાઃ અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ
ઇબોલાના ખતરાને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ આવતા મુસાફરોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, સાથે જ સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પર ઇબોલાને લઇને મેડિકલ સુવિધા યોગ્ય છેકે નહીં તે પણ ચકાસવામાં આવી રહ્યું છે. આ મેટ દિલ્હીથી એક ટીમ અમદાવાદ એરપોર્ટ પર આવી છે અને મુસાફરોની જે પ્રકારે મેડિકલ ચકાસણી કરવામાં આવી રહી છે, તેનાથી તેમણે સંતોષ વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત યુનિવર્સિટીમાં 400 જેટલા શંકાસ્પદ એડમીશન
ગુજરાત યુનિવર્સિટી દ્વારા પહેલીવાર ઓનલાઇન એડમીશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં 400 જેટલા શંકાસ્પદ એડમીશન જણાતા કુલપતિએ ત્રણ સભ્યોની કમિટીની રચના કરી છે. આ કમિટી એડમીશન કેવી રીતે કરવામાં આવ્યા તે અંગે કોલેજો તથા આવા વિદ્યાર્થીઓની ચકાસણી કર્યા બાદ રિપોર્ટ કુલપતિને સોંપશે.

રાજકોટઃ ‘આપ'ના પૂર્વ નેતા બે દિવસના રિમાન્ડ પર
રાજકોટમાં સગીરા પર બળાત્કાર કરવના મામલે આરોપી આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મનસુખ ધોકાઇને બે દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે, જે સબબ પોલીસે આરોપીના પોરબંદર સ્થિત ઘર અને ઓફિસની જડતી લઇ તપાસ શરૂ કરી દીધી છે. રિમાન્ડ દરમિયાન ગુનાના કામે વપરાયેલી રિવોલ્વર અને સગીરાની વીડિયો ક્લીપ કબજે લેવાનો પ્રયાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ કંઇ હાથે લાગ્યું નહીં હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે.

જામનગરઃ ચોથા ધોરણની બાળકી સાથે અડપલા કરનારની ધરપકડ
જામનગર સ્થિત ગોકુલનગરમાં આવેલી એક શાળાના સંચાલકે શાળામાં ચોથા ધોરણમાં ભણતી વિદ્યાર્થિની સાથે અડપલા કર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે, જે સબબ પોલીસે આરોપી સંચાલકની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X