For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે ફેસબુક પર શેર કરો ગુજરાતના વિકાસની વાતો!

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 26 નવેમ્બર : વિધાનસભાની ચૂંટણીઓના ટકોરા ગુજરાતના બારણે પડી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં સત્તા પક્ષ અને વિપક્ષ બંને ગુજરાતના વિકાસને ચૂંટણીનો મુદ્દો બનાવીને પ્રજા સમક્ષ જઇ રહ્યા છે અને પોતાની પાર્ટીને મત આપી ખરા વિકાસની દિશામાં આગળ વધાવાનું જણાવી રહ્યા છે. ગુજરાતના ખરેખરા વિકાસની વાત કરવા માટે એક નવી ફેસબૂક એપ્લિકેશન આવી છે જે તમારા જાત અનુભવને લોકો વચ્ચે મૂકી તમને ગુજરાતના વિકાસના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી શકે છે.

facebook-application-on-gujarat-devlopment

પાર્ટીઓ દ્વારા કરવામાં આવી રહેલી ચર્ચાને બાજુ પર મૂકીએ તો સામાન્ય લોકો ગુજરાતના વિકાસ વિષે શું માને છે એ જાણવું વધારે અગત્યનું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના 11 વર્ષના શાસનકાળમાં ગુજરાતનો વિકાસ થયો છે કે નહીં? થયો છે તો કેટલો થયો છે? ગુજરાતના વિકાસને કારણે તમને વ્યક્તિગત જીવનમાં શું લાભ થયો છે? આવી દરેક બાબતોને તમે અન્ય લોકો સમક્ષ ખૂબ સરળતાથી વ્યક્ત કરી શકશો. આ માટે ફેસબૂક દ્વારા ખાસ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે.

ગુજરાતના વિકાસ ખાસ કરીને છેલ્લા 11 વર્ષમાં થયેલા વિકાસને તમે તમારા શબ્દોમાં આલેખી શકશો. આ માટે ફેસબૂકની ખાસ એપ્લિકેશનમાં 'Write your story' વિભાગ આપવામાં આવ્યો છે. આ વિભાગમાં કોઇ પણ વ્યક્તિ ગુજરાતના કોઇ પર સેક્ટર અંગે વાત લખી શકે છે. જ્યારે 'Build Stories' વિભાગમાં વિકાસના માપદંડ ગણાતા છ ક્ષેત્રો સંબંધિત વાત કરી શકાશે. આ છ સેક્ટરને છ થીમ ટુરિઝ્મ, ઉર્જા ક્ષેત્રે ગુજરાતની સફળતા, આદિજાતિ વિકાસ, વિશેષ શિક્ષણ, કૃષિ અને મહિલા વિકાસમાં વહેંચવામાં આવ્યા છે.

'Build Stories' વિભાગની ખાસ વાત એ છે કે તેમાં ખૂબ રચનાત્મક બાબત આપવામાં આવી છે. આ વિભાગમાં પ્રિ-સેટ સ્ટોરી રાખવામાં આવી છે. જેને યુઝર પોતાની રીતે એડિટ કરી શકે છે. ફેસબૂકની આ ખાસ એપ્લિકેશનથી યુઝર તેમની વાત અને વિચારો વ્યક્ત કરવાની સાથે અન્ય વ્યક્તિઓના મૂલ્યવાન વિચારો અંગે પણ વાત કરી તેને શેર કરી શકશે.

આ એપ્લિકેશનનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ કરનારાઓ પૈકી ચાર વિજેતાઓ અને ઇનોવેટિવ આઇડિયા આપનારાઓ પૈકી ચાર વિજેતાઓને તેમની વાત કે સ્ટોરી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે શેર કરવાની તક મળશે. આ ઇનોવેટિવ ઉપયોગ નરેન્દ્ર મોદીના સાથે ફેસબૂક પર સંકળાયેલા તેમના શુભેચ્છકોએ શરૂ કર્યો છે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી વર્ષ 2009થી ફેસબૂક પર સક્રિય છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી ટિ્વટર, બ્લોગ્સ અને યુ ટ્યુબ પર પણ સક્રિય છે. 31 ઑગસ્ટ, 2012ના રોજ નરેન્દ્ર મોદી 116 દેશોના લોકો સાથે ગૂગલ પ્લસ હેન્ગ આઉટ પર વાત કરનારા પ્રથમ ભારતીય નેતા બન્યા હતા.

English summary
Now share story about Gujarat development on Facebook!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X