For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મતદારો ચૂંટણી સંબંધી ગેરરીતિઓ અંગે "ટોલ ફ્રી'' નંબર ઉપર જાણકારી આપી શકશે

|
Google Oneindia Gujarati News

Gujarat
ગાંધીનગર, 10 ઓક્ટોબર: મુખ્ય નિર્વાચન અધિકારી અનિતા કરવલે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય એ માટે ભારતનાં ચૂંટણી પંચની સુચનાનુસાર ચૂંટણી સંબંધી ગેરરીતિઓ અંગે ચૂંટણી પંચને જાણકારી આપવા માટે રાજય સ્તરે ઇન્કમટેક્સ વિભાગમાં અને રાજયનાં પ્રત્યેક જિલ્લામાં ટોલ ફ્રી નંબર સાથે કોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. આ કોલ સેન્ટરમાં જાહેર જનતા ચૂંટણી અંગેની કોઈપણ ગેરરીતિઓની જાણકારી આપી શકે એ માટે ત્રણ થી ચાર હન્ટીંગ લાઈન સહિત ટોલ ફ્રી નંબરો આપવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

ઇન્કમટેક્સ વિભાગના નોડલ ઓફિસર તરીકે વિનોદ તનવાની, એડિશનલ ડાયરેક્ટર, ઇન્વેસ્ટીગેશનને નિમવામાં આવેલ છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સેટઅપ કરેલા સ્ટેટ કંટ્રોલ રૂમ નં ૧૮૦૦-૨૩૩-૧૦૨૭ અને લેન્ડ લાઇન નંબર ૦૭૯-૨૭૫૪૬૬૪૩ અને ૦૭૯-૨૭૫૪૬૬૪૬ અને ફેક્ષ નંબર ૦૭૯-૨૭૫૪૬૬૪૩ ઉપર સંપર્ક સાધી શકાશે.

કોલ સેન્ટર વિશે વધુ વિગતો આપતાં મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે કોલ સેન્ટર અને નિયંત્રણ કક્ષનો હવાલો જિલ્લાનાં વરિષ્ઠ અધિકારી પાસે રહેશે અને મતદારોની ફરીયાદ સ્વીકારવા અને નોંધવા માટે વિના વિલંબે કાર્યવાહી કરવા અને સંબંધિત અધિકારી અને શીધ્રકાર્ય ટુકડીઓ મોકલવા માટે આ અધિકારી સતર્ક રહેશે. કોલ સેન્ટરની ટેલિફોન લાઈનો મતદારોની ફરિયાદો સ્વીકારવા ચોવીસ કલાક કાર્યરત રહે તે માટે પુરતાં સ્ટાફની વ્યવસ્થા કરાશે.

કરવલે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની લાંચ આપતી હોય અથવા મતદારોને નાણાંકીય વ્યવહારોથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતી હોય તો તરત ૨૪×૭ કાર્યરત ફરીયાદ અને દેખરેખ નિયંત્રણ એકમને ટોલ ફ્રી નંબર ઉપર મતદારો જાગૃતિ દાખવી તેની જાણ કરે તે જરૂરી છે.

તમામ જિલ્લાઓમાં ટોલ ફ્રી નંબર સાથે કોલ સેન્ટર કાર્યરત

જિલ્લાનું નામ

ટોલ ફ્રી નંબર

કચ્છ

(૦ર૮૩ર) ૨૫૪૦૨૫

બનાસકાંઠા

૧૮૦૦૨૩૩૨૭૪૨

પાટણ

(૦ર૭૬૬) રર૦૬૯૮

મહેસાણા

૧૮૦૦૨૩૩૪૪૪૪૪

સાબરકાંઠા

૧૮૦૦૨૩૩૧૯૫૧

ગાંધીનગર

૧૮૦૦૨૩૩૧૦૩૧

અમદાવાદ

૧૮૦૦૨૩૩૧૦૪૫

સુરેન્દ્રનગર

(૦ર૭પર) ર૮પ૩૩૩

રાજકોટ

૧૮૦૦૨૩૩૨૨૩૩૪

જામનગર

(૦ર૮૮) રપ૪૦ર૭૪/ રપ૪૦ર૭૬

પોરબંદર

રરર૦૪૯૯/૧૮૦૦૨૩૩૩૧૪૫

જુનાગઢ

(૦ર૮પ) ર૬ર૦ર૬૩

અમરેલી

૧૮૦૦૨૩૩૨૮૭૨

ભાવનગર

૧૮૦૦૨૩૩૦૩૩૨

આણંદ

૧૮૦૦૨૩૩૭૬૩૪

ખેડા

(૦ર૬૮) રપપ૦૭પ૪

પંચમહાલ

૧૮૦૦૨૩૩૧૦૬૦

દાહોદ

૧૮૦૦૨૩૩૧૦૭૨

વડોદરા

૧૮૦૦૨૩૩૨૭૩૩

નર્મદા

૧૮૦૦૨૩૩૨૬૪૦

ભરૂચ

૨૬૦૧૮૨/૨૬૧૧૮૨

સુરત

૧૮૦૦૨૩૩૪૬૧૦

ડાંગ

૧૮૦૦૨૩૩૦૧૪૯

નવસારી

૧૮૦૦૨૩૩૨૦૪૫

વલસાડ

૧૮૦૦૨૩૩૪૦૧૪

તાપી -વ્યારા

૧૮૦૦૨૩૩૧૬૩૦

English summary
Voters can Call to inform about Election related crime to Election commission on toll free number from every district of gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X