ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ
ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂ પીતી મહિલાઓની સંખ્યા બમણી થઈ
ગુજરાતથીં એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. આંકડાઓ મુજબ ગત પાંચ વર્ષમાં ડ્રાઈ સ્ટેટ ગુજરાતમાં દારૂનું સેવન કરતી મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. જ્યારે પુરુષોના દારૂ પીવાના મામલા ઘટીને અડધા થઈ ગયા છે. હાલમાં જાહેર થયેલ રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS), 2019-20ના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

રિપોર્ટમાં ખુલાસો થયો
ગુજરાતમાં કુલ 33,343 મહિલાઓ અને 5,352 પુરુષોનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 200 મહિલાઓ (0.6%) અને 310 પુરુષો (5.8%)એ દાવો કર્યો કે તેઓ દારૂ પીવે છે. જ્યારે 2015ના NFHS સર્વેક્ષણ દરમ્યાન 68 મહિલાઓ (0.3%) અને 668 પુરુષો (11.1)એ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. 2015માં 6,018 પુરુષો અને 22,932 મહિલાઓનું સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું.

2015ની સરખામણીએ મહિલાઓની સંખ્યા વધી
બંને આંકડાઓની સરખામણી કરીએ તો માલૂમ પડે છે કે 2015માં માત્ર 0.1 ટકા શહેરી મહિલાઓએ દારૂ પીવાની વાત સ્વીકારી હતી. જ્યારે 2020ના સર્વેક્ષણમાં 0.3 ટકા મહિલાઓ દારૂનું સેવન કરતી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.

પિયક્કડ પુરુષો ઘટ્યા
2015માં દારૂ પીતા પુરુષોના મામલા 10.6 ટકા હતા, જ્યારે 2020માં આ ઘટીને 4.6 ટકા થઈ ગયા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રોમાં દારૂનું સેવન કરતી મહિલાઓના ટકા 2015માં 0.4 ટકાથી વધીને 2020માં 0.8 ટકા થઈ ગયા. દારૂ પીતા પુરુષોની સંખ્યા 2015માં 11.4 ટકાથી ઘટીને 2020માં 6.8 ટકા થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
