ઓક્ટોબર 3, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
મખ્યમંત્રી આનંદીબેન પટેલે કર્યું શસ્ત્રપૂજન
ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરી હતી. આ દરમિયાન સુરક્ષા જવાનો અને એનસીસીના વિદ્યાર્થીઓ હાજર રહ્યાં હતા, બાદમાં મુખ્યમંત્રીએ સુરક્ષા જવાનો અને વિદ્યાર્થીઓને મીઠાઇઓ આપી દશેરાની શુભેચ્છા પાઠવી છે. સાથે જ ગુજરાતને સ્વચ્છ રાજ્ય રાખવાની રાજ્યવાસીઓને અપીલ કરી હતી.
ગાંધીનગરમાંથી 300 મોબાઇલ સાથે પાકિસ્તાની ઝડપાયો
ગાંધીનગરના દેહગામ પાસે એલસીબીની ટીમ દ્વારા એક પાકિસ્તાની વ્યક્તિને બિલ વગર મોબાઇલ વેચતો ઝડપી પાડવામાં આવ્યો છે. આ વ્યક્તિ પાકિસ્તાનીની જુદી જુદી કંપનીઓના મોબાઇ વેચી રહ્યો હતો. તેની પાસેથી અંદાજે 301 જેટલા મોબાઇલ મળી આવ્યા હતા.
‘જો બકા'ના કારણે સ્વચ્છતા અભિયાન પર છવાયું રાજકીય ગ્રહણ
ગાંધી જયંતીના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવ્યાપી સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. ગુજરત પણ ઉત્સાહ સાથે આ અભિયાનમાં જોડાઇ ગયું છે. જોકે અમદાવાદ ખાતે આ અભિયાન પર રાજકીય ગ્રહણ લાગી ગયું છે. અમદાવાદમા શરૂ કરવામાં આવેલા સ્વચ્છતા અભિયાનમાં જો બકાના પોસ્ટર સાથે સ્વચ્છતા જાળવવા માટેના સૂત્રો લખવામાં આવ્યા હતા, પરંતુ તેમાં કોંગ્રેસનું પ્રતિક ‘પંજો' દેખાતો હોવાના કારણે આ અભિયાને રાજકીય રંગ પકડી લીધો છે અને અભિયાનમાંથી બકાના પોસ્ટરને દૂર કરવાની ભાજપ દ્વારા માંગણી કરવામા આવી હોવાના અહેવાલ મળ્યા છે.

સુરતમાં પાટીદાર સમાજ દ્વારા ઉમિયાધામ ખાતે નવરાત્રી નિમિતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહા આરતીમાં 30 હજાર કરતા પણ વધુ દિવાઓને પ્રજવલ્લિત કરવામાં આવ્યા હતા અને મા અંબાની આરતી ઉતારવામાં આવી હતી. જેમાં શહેરના અનેક અગ્રણીઓ હાજર રહ્યાં હતા.
વડોદરામાં બ્રિટિશ નાગરીક મહિલાને 1 વર્ષને 15 દિવસની સજા
બ્રિટિશ નાગરીકતા ધરાવતી મહિલા દ્વારા એક વર્ષ પહેલા પતિ વિરુદ્ધ ભરણપોષણની પિટિશન દાખલ કરી હતી, જે હાઇકોર્ટે કાઢી નાંખી હતી, તેનાથી નારાજ મહિલાએ વડોદરા ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ મહિલા જજની ઓફિસમાં જઇ ચપ્પલ કાઢી અસભ્ય વર્તન કર્યું હતું, જે બદલ મહિલાને 1 વર્ષ અને 15 દિવસની જેલની સજા ફરમાવવામાં આવી છે.
સીએનજીનો ભાવ ઘટ્યો હવે રિક્ષા ભાડું પણ ઘટાડો
સીએનજીના ભાવમાં ઘટાડો થયા બાદ રિક્ષા ભાડામાં પણ ઘટાડો કરવામાં આવે તેવી માંગણી ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિ તરફથી ગુજરાત સરકાર સમક્ષ કરવામા આવી છે. સીએનજીના ભાવમાં ઘટાડો થયા પછી પણ રિક્ષા ભાડામાં કોઇપણ પ્રકારનો ઘટાડો નહીં થયો હોવાના કારણે શહેરીજનોમાં ભારે નારાજગી ફેલાઇ છે અને તેઓ રોષ વ્યક્ત કરી રહ્યાં છે.
ગુજરાતનું ગૌરવ, રાજકોટની ભાગ્યશ્રીને મળ્યું 25 હજારનું ઇનામ
નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન માટે દેશભરના નાગરીકો પાસેથી સૂત્ર મંગાવવામાં આવ્યા હતા, જેમાં 5168 સૂત્રોની નોંધણી થઇ હતી. જેમાંથી રાજકોટની ભાગ્યશ્રી શેઠ દ્વારા આપવામા આવેલા સૂત્ર એક કદમ સ્વચ્છતા કી ઓરની ભારત સરકાર દ્વારા પસંદગી કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તેને 25 હજારનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો. ભાગ્યશ્રીનું સૂત્ર પસંદગી પામતા રાજકોટમાં ખુશીની લાગણી વ્યાપી ગઇ છે.
અમદાવાદમાં ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
અમદાવાદ ખાતે આરોગ્ય વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરસાણની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં મણીનગર વિસ્તારની 10 કરતા પણ વધુ દુકાનો પર દરોડા પાડી ચાર દુકાનદારોને નોટીસ પાઠવવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે.
-
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
કચ્છના બન્ની વિસ્તારમાં ચિત્તાઓ વસાવાશે, સરકારે 14.70 કરોડ રૂપિયા ખર્ચ કર્યો -
Gujarat Weather: રાજ્યમાં આજથી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
પાકિસ્તાનની નાકાપ હરકત, અફઘાનિસ્તાનમાં હોસ્પિટલ પર બોમ્બમારો, 400 લોકોના મોત -
LPG Cylinder: કોમર્શિયલ ગેસ સિલિન્ડર પર સરકારનો ચોંકાવનારો નિર્ણય, આજથી બદલાયા નિયમ! -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
