ઓક્ટોબર 5, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

સુરતમાં માસૂમ ભુલકાં પર નર્સરીના આચાર્ય દ્વારા કરાયો અત્યાચાર
તાજેતરમાં ફરતા થયેલા એક વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છેકે સુરત સ્થિત હિલ્સ નર્સરીના આચાર્ય દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે કરવામાં આવેલા રિહર્સલ વેળા એક વિદ્યાર્થિનીને વાળ પકડીને બાજૂમાં મુકવામાં આવી હતી. આ પ્રકારનો અમાનુષી વ્યવહાર આચાર્ય દ્વારા કરવામાં આવતા વાલીગણો ચોંકી ઉઠ્યા હતા અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ વીડિયો સુરત ઉપરાંત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

gandhinagar-pallli
રુપાલની પલ્લી પર 20 કરોડ રૂપિયાના શુદ્ધ ઘીનો કરાયો અભિષેક
ગાંધીનગર નજીક આવેલા રુપાલ ખાતે શુક્રવારે રાત્રે વરદાયિની માતાનો પલ્લી મેળો યોજાયો હતો. જેમાં અંદાજે રૂ. 20 કરોડના સાડા પાંચ લાખ કિલો શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છેકે, તે ગયા વર્ષની સરખામણીએ દોઢ ગણું વધારે છે.

અમદાવાદ એરપોર્ટ પરથી કરોડોનું સોનું ઝડપાયું
અમદાવાદના આંતરરાષ્ટ્રીય સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ પરથી એક જ દિવસમાં રૂપિયા 82 લાખના સોનાની દાણચોરી ઝડપાઇ છે. દુબઇથી અમદાવાદ આવી રહેલી એમિરાટ્સની ફ્લાઇટમાંથી 26 સોનાના બિસ્કિટ સાથે ત્રણ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. જેમાં એક સગીરા પણ સામેલ છે. પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાપુનગરમાં મહિલા પર કરાયો ગોળીબાર, એક યુવકની હત્યા
અમદાવાદના બાપુનગર ખાતે સજાતિય સંબંધના મામલે એક પૂર્વે થયેલા ઝગડા અંગેની અદાવતમાં શનિવારે બન્ને પરિવારો ફરી આમને સામને આવી ગયા હતા. જેમાં તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને યુવકની હત્યા કરવામાં આવી છે, તો બીજી તરફ મહિલા પર ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં મહિલાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. બનાવ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X