અમદાવાદની હોટેલમાંથી સેક્સ રેકેટ પકડાયું
[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.
આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.
ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદની હોટેલમાંથી સેક્સ રેકેટ પકડાયું
પોલિસના સ્પેશ્યલ સેલે રેડ પાડીને અમદાવાદ હાઇ વે પર આવેલી એક હોટલમાં ચાલી રહેલા દેહ વ્યાપારના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. વધુમાં પોલિસે બે રૂપલલનાઓને પણ પકડી છે. અને હોટેલના મેનેજર અને દલાલની પણ અટક કરી છે.

ગૃહમંત્રી પર લાગ્યો હાર્દિક પટેલના કાફલા પર હુમલાનો આરોપ
સોમવારે, મોઢારા પાસે હાર્દિક પટેલના કાફલા પર વિનોદ સ્વામી નામના એક વ્યક્તિએ હુમલો કર્યો અને હાર્દિકના ખાસ સાથી ગણાતા દિનેશ બાંભણિયા સાથે મારપીટ કરનાર આ વ્યક્તિએ પોતે ગૃહમંત્રી રજની પટેલનો માણસ છે તેવું જાણાવ્યું. વધુમાં તેણે દિનેશને આ આંદોલનમાંથી ખસી જવાની ધમકી પણ આપી. હથિયારબંધ આ વ્યક્તિ વિરુદ્ધ મોઢેરા પોલિસ સ્ટેશન ખાસે ફરિયાદ નોંધવામાં આવી છે.

સુરતમાં અનેક બિલ્ડરોને ત્યાં આઇટીના દરોડા
સુરત અને વાપીના જાણીતા બિલ્ડરો ગ્રુપોને ત્યાં આઇટીના ડિરેક્ટર ઓફ ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા દરોડો પાડવામાં આવ્યા છે તેવી માહિતી સુત્રો દ્વારા મળી છે. જે બાદ આ સમગ્ર પથંકના બિલ્ડરોમાં ફફડાટ પામી ગયો છે. નોંધનીય છે કે હમણાં થોડા સમય પહેલા વડોદરામાં પણ આઇટીની રેડ પડી હતી.

સામાન્ય બબાલમાં એક પરિવારના બે પુત્રોની હત્યા
રવિવારે, સુરતમાં મધરાતે કેટલાક અજાણ્યા લોકોએ એક જ પરિવારના બે યુવાનો પર ચાકુના ઉપરા ઉપરી ધા કરી હત્યા કરી દીધી. બાઇક રેસની હાર જીતના મામલે થયેલા વિવાદના લીધે આ હત્યા થઇ હોવાનું પોલિસ તપાસ બહાર આવ્યું છે. ત્યારે હાલ પોલિસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નર્મદા કેનાલમાં આત્યહત્યા કરવાના કિસ્સા વધ્યા
સોમવારે, નર્મદા કેનાલમાંથી અલગ અલગ સ્થળેથી ત્રણ મૃતદેહ મળ્યા. જે બાદ આ લાશ કોની છે તેની તપાસ પોલિસ દ્વારા હાથ ધરવામાં આવી છે. ત્યારે પ્રથમ તપાસમાં પોલિસને આ મામલો આત્મહત્યાનો લાગે છે. વધુમાં નર્મદા કેનાલ આત્મહત્યા કરવા કિસ્સા પણ હાલ થોડા સમયથી વધી રહ્યા છે.

અમરેલીમાં જમીન વિવાદ ભાઇએ ભાઇને માર્યો
અમરેલીના સરસીયા ગામે જમીન વિવાદ મામલે સગા ભાઇ પોતાના જ ભાઇને તીક્ષ્ય હુમલા કરીને મારી નાખ્યો હોય તેવો ગુનો પોલિસ ચોપડે નોંધાયો છે. વધુમાં પોલિસે ગુલાબશા પઠાણના ભાઇ અને ભત્રીજાની આ મામલે અટક કરી છે.

પાટણમાં હાર્દિકનું જોરદાર સ્વાગત
સોમવારે, પાટીદાર અનામત આંદોલનના નેતા, હાર્દિક પટેલે પાટણના ચાણસ્મામાં સરદાર પટેલની પ્રતિમાના ઉદ્ધાટન કર્યું હતું. ત્યારે પહેલી વાર પાટણ ખાતે આવેલા હાર્દિક પટેલનું પાટણવાસીઓએ ભારે ઊમળકાભેર સ્વાગત કર્યું હતું.












Click it and Unblock the Notifications
