ઓક્ટોબર 8, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

gujarat-news-highlight-brts
અમદાવાદઃ બીઆરટીએસ બસમાં આગ લાગી
અમદાવાદના ચાંદખેડા વિસ્તાર ખાતે એક બીઆરટીએસ બસમાં આગ લાગી હતી, જેના કારણે અફરા-તફરી મચી ગઇ હતી. આ બનાવ અંગે મળેલી માહિતી અનુસાર ટાયર ફાટવાના કારણે ઘર્ષણ થયું હતું, જ્યાં ઘર્ષણ થયું ત્યાં ડીઝલ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમં જાણવા મળ્યું છે.

અમદાવાદમાં મહિલાઓ સૌથી વધુ અસલામત
9 ઓક્ટોબરે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવનારી છે. ત્યારે અમદાવાદ શહેરની મહિલાઓ સૌથી વધુ અસલામતીની અનુભૂતિ કરી રહી હોવાનું જાણવા મળ્યું છે. ફેબ્રુઆરીથી લઇને ઓક્ટોબર સુધીમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં મહિલાઓ દ્વારા મદદ અર્થે 8743 કોલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 3285 કોલ માત્ર અમદાવાદમાંથી કરાયા હતા.

સુરેન્દ્રનગરમાં કોળી-કાઠી દરબાર વચ્ચે અથડામણ
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઓરી ગામે કોળી પરિવાર અને કાઠી દરબારો વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં ફાઇરિંગ કરવામાં આવતા કોળી પરિવારના છ લોકોને ઇજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં કમળાના 250 કરતા વધુ દર્દી
અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે. ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં ઝાડા ઉલ્ટીના 76 અને કમળાના 64 દર્કીઓને મ્યુનિસિપલ હોસ્પિટલ તથા સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ આંકડો 250થી વધુનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળેલી માહિતી અનુસાર કમળાના કારણે એલજી હોસ્પિટલમાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X