ઓક્ટોબર 10, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

ghee-gujarat-highlight
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

અમદાવાદઃ 500 કિલો શંકાસ્પદ ઘી ઝડપાયું
અમદાવાદ ખાતે મ્યુન્સિપલ કોર્પોરેશનના ફુડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી ચકાસણીમાં 500 કિલ્લો શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું. અધિકારીઓ દ્વારા 800 જેટલા અલગ-અલગ વજનના ડબ્બા જપ્ત કરીને તેના સેમ્પલ તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેમજ ઘીનું કયા કયા વિસ્તારમાં વેચાણ કરવામાં આવ્યું છે, તેની માહિતી પણ એકઠી કરવામાં આવી રહી છે.

રસ્તાઓ પર મુકાયા સ્ક્રીન, આપશે ટ્રાફિકની માહિતી
અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે, જેને ખાળવા માટે શુક્રવારથી ઇન્ટેલિજન્ટ ટ્રાફિક સિસ્ટમ(આઇટીએસ)નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે થકી વાહનચાલક માર્ગ ઉપર મુકવામાં આવેલી વિશાળ સ્ક્રીનની મદદથી કયા રૂટમાં કેટલો ટ્રાફિક છે,તેની માહિતી મેળવી શકશે અને પોતાનો સમય બચાવી શકશે.

અમદાવાદઃ વૃદ્ધાના ઘરેથી 2 લાખની ચોરી
અમદાવાદના સેટેલાઇટ વિસ્તાર સ્થિત જીવનઆશા સોસાયટીમાં રહેતા વૃદ્ધાના ઘરને નિશાન બનાવતા ચોરો 1.90 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી કરીને ભાગી ગયા હતા. ચોરી થયાની જાણ બાજૂમાં કામ કરવા આવતી મહિલાએ વૃદ્ધાની દિકરીને કરતા સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તપાસ હાથ ધરી છે, નોંધનીય છેકે, વૃદ્ધા છેલ્લા કેટલાક દિવસથી વૃદ્ધા આશ્રમમાં રહી રહ્યાં હતા.

હિંમતનગરમાં શિક્ષકનો અત્યાચાર, વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખેસાડયો
હિંમતનગરના માણેક કૃપા શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરી રહેલા એક વિદ્યાર્થીને શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. શિક્ષકે વિદ્યાર્થીને છાતીના ભાગે માર મારતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વિદ્યાર્થીને માર મારવાની ઘટનાથી વાલીગણોમાં રોષની લાગણી ફેલાઇ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X