For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 13, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

NRI દિવસ નિમિત્તે એનરાજીને અપાશે ગુજરાત કાર્ડ
જાન્યુઆરી 2015ના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ભારતીય પ્રવાસી દિવસની ઉજવણી કરવામાં આવનારી છે. જેને લઇને રાજ્યની બહાર રહેતા ગુજરાતીઓને ગુજરાત કાર્ડ ઇસ્યુ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ કાર્ડ એનઆરજી ફાઉન્ડેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવશે. (તસવીર સૌજન્યઃ એનઆરજી ડોટ ગુજરાત ડોટ ગવ ડોટ ઇન)

nrg-gujarati-card
પાલનપુર પાસેથી ઝડપાઇ કાંગારુ ગેંગ
ગુજરાતભરની પોલીસને પરસેવો લાવી દેનારી કાંગારુ ગેંગ પાલનપુર નજીકથી પકડાઇ છે. પોલીસે મળેલી બાતમીના આધારે ગેંગના આઠ સભ્યોની ઘાતક હથિયારો સાથે અટકાયત કરી હતી. જેમાં છ સભ્યો સમીના અને એક-એક સભ્યો અનુક્રમે સિધ્ધપુર તથા પાલનપુરના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમદાવાદઃ 52 લાખ રૂપિયા ભરેલી બેગ સાથે કોલ્હાપુરનો યુવક ઝડપાયો
અમદાવાદ શહેરના નારોલ અસલાલી હાઇવે પરથી વટવા પોલીસે એક યુવકની 52.47 લાખ રૂપિયા સાથે ધરપકડ કરી છે. યુવક અંગે મળતી માહિતી અનુસાર આ યુવક કોલ્હાપુર રેલવે સ્ટેશને કચરો સાફ કરવાનું કામ કરતો હતો, જ્યાં તેને રોકડ રકમ ભેરલી એક બેગ મળી હતી. ત્યારબાદ યુવક બેગ લઇને મુંબઇ ભાગી ગયો હતો. બાદમાં તે ગુજરાત આવતા વટવા પોલીસે તેની ધરપકડ કરી હતી.

દાંડીના દરિયા કાંઠે યુવકને પગમાં રાયફલનો છરો વાગ્યો
સુરતના ઓલપાડ તાલુકામાં આવેલા દાંડીના દરિયા કાંઠે આવેલી સાગર સોલ્ટ ફેક્ટરીમાં ડ્રાઇવિંગનું કામ કરતા એક યુવકને પગમાં રાયફલમાંથી છૂટેલો છરો વાગતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટના અંગે ઓલપાડ પોલીસે ફરિયાદ નોંધી છે અને તપાસ હાથ ધરી છે. જોકે ઇજાગ્રસ્તને એ વાતની જાણ નથી કે તેને આ ઇજા કેવી રીતે પહોંચી.

તાલુકા પંચાયતના પ્રમુખની કારમાંથી દારૂની 28 પેટી મળી આવી
અમદાવાદના અસારવાના પ્રભુનગર સર્કલ નજીક તાલુકા પંચાયતના પ્રમુખ લખેલી સ્કોર્પિયો કારમાંથી દારૂની 28 પેટી મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક કાર શંકાસ્પદ જણાતા પોલીસે તેનો પીછો કર્યો હતો અને તપાસ હાથ ધરતા તેમાંથી પોલીસે 28 પેટી દારૂ, બિયરના ટીન મળી આવ્યા હતા, જોકે કાર ચલાક ફરાર થઇ ગયો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

English summary
october 13, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X