ઓક્ટોબર 16, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

driving-licence-gujarat
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

આરટીઓ કચેરીઓનું થશે સેન્ટ્રલાઇઝેશન
રાજ્ય સરકાર દ્વારા તમામ આરટીઓ કચેરીનું સેન્ટ્રલાઇઝેશન કરવામાં આવનારું છે. આરટીઓ કચેરીને ઓનલાઇન સેન્ટ્રલ સર્વર સાથે જોડવાનું કામ માર્ચ-2015 સુધીમાં પૂર્ણ કરવાની રાજ્ય સરકારની યોજના છે. જે થકી લાયસન્સ ધારકો પોતાનું લાયસન્સ કોઇપણ આરટીઓ કચેરી ખાતેથી રીન્યુ કરી શકશે, તેમજ ટેક્સ પણ કોઇપણ આરટીઓ કચેરી ખાતેથી ભરી શકશે તેવી સુવિધા ઉભી કરવામાં આવનારી છે.

વલસાડઃ મંદબુદ્ધીની સાળી સાથે બનેવીએ કર્યો બળાત્કાર
વલસાડના કોસંબા ગામે મંદબુદ્ધીની સાળી સાથે તેના જ બનેવી દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડ સીટી પોલીસે બનેવીની ધરપકડ કરી છે. માહિતી અનુસાર સતીષ નામનો યુવાન પોતાની સગી સાળીને ફરવા અર્થે તીથલ દરિયા કિનારે લઇ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે બનેવીની ધરપકડ કરી છે અને મેડીકલ તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

સુરતઃ ડાયમંડ પેઢીઓમાં આવક વિભાગના દરોડા
સુરત આવક વિભાગ દ્વારા ડાયમંડ પેઢીઓમાં સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે કતારગામની એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ પેઢીમાં સર્ચ કામગીરી દરમિયા 21 કરોડની બેનામી આવક મળી આવી હતી. દરોડા દરમિયાન અધિકારીઓએ 50 લાખની જ્વેલરી અને કેશ જપ્ત કર્યા હતા, ઉપરાંત બે બેન્ક લોકરને પણ સીઝ કરવામાં આવ્યા હતા.

ડીસાઃ સંપત્તિ વિવાદમાં એકની હત્યા
ડીસાના આસેડા ગામે પિતાની સંપત્તિમાં ભાગ લેવા બાબતે બે સગા ભાઇઓ વચ્ચે તકરાર થઇ હતી, જેમાં નાનાભાઇ અને તેમના બન્ને પુત્રોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોટાભાઇની હત્યા કરતા ગામમાં ચકચાર મચી ગયો હતો. માહિતી અનુસાર ડીસા તાલુકા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ડીસા સિવિલમાં મોકલી આપ્યો હતો અને ત્રણ વિરુદ્ધ હત્યાનો ગુનો નોધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના બુધવારે મોડી રાત્રે બની હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X