ઓક્ટોબર 17, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

deodar-banaskantha
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

દિયોદરમાં ઉભરાતી ગટર મુદ્દે સ્થાનિકોનું ભૂખ હડતાળ
બનાસકાંઠા જિલ્લાના દિયોદર શહેરમાં ઠેરઠેર ગટર લાઇન ઉભરાઇ રહી છે અને જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે વહીવટી તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઇ પગલાં લેવામાં નહીં આવતા લોકો રોષે ભરાયા હતા અને ભૂખ હડતાળ પર ઉતર્યા છે. નોંધનીય છેકે આ અંગે ચારેક દિવસ પહેલા જ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી અપાઇ હતી.

પાવી જેતપુરઃ દૂધ મંડળી અધિકારીના બે લાખ લૂટી બાઇક સવારો ફરાર
પાવી જેતપુર તાલુકાના જામ્બ ગામ પાસે એક દૂધ મંડળીના અધિકારીને લૂંટવામાં આવ્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર બાઇક સવારોએ તેમના પર ધારિયા વડે હુમલો કરી ઇજા પહોંચાડી છે અને બે લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સુરત બ્રિજ હોનારત મામલોઃ સિટી ઇજનેરનું નિવેદન લેવાય તેવી શક્યતા
સુરત અઠવા લાઇન્સ બ્રિજ હોનારત મામલે સટી ઇજનેરનું નિવેદન લેવાય તેવી શક્યતા છે. આ માટે તપાસ સમિતિએ કમિશનરની મંજૂરી મેળવી લીધી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર બ્રિજ હોનારતની તપાસ હવે એ મુદ્દા પર કેન્દ્રિત થઇ ગઇ છેકે પ્રુફ ચેકિંગ બરાબર થયું હતું કે નહી અને એ મુદ્દે આજે સિટી ઇજનેરનુ નિવેદન લેવાઇ શકે છે.

સરકારના 31 ખાતાના પાર્ટ ટાઇમ કર્મીઓનો પગાર વધ્યો
રાજ્ય સરકારના 31 ખાતાઓમાં કામ કરી રહેલા 15 હજાર પાર્ટ ટાઇમ કર્મચારીઓને હાઇકોર્ટના આદેશ અનુસાર પગાર વધારો કરવામાં આવ્યો હોવાનું સોગંદનામું સરકારે હાઇકોર્ટ સમક્ષ રજૂ કર્યું હતું. એડવોકેટ જનરલે હાજર રહીને સરકારે કોર્ટના આદેશનું પાલન કર્યું હોવાનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ જેમને નાણાની ચૂકવણી કરવામાં આવી નથી તેમને 18 નવેમ્બર સુધીમાં ચુકવણી કરી આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

અમદાવાદઃ એએમસી પીવાના પાણીની બોટલોનું વેચાણ કરશે
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હવે પીવાના પાણીની બોટલોનું વેચાણ કરવામાં આવનારું છે. આ બોટલ એએમસી સ્વચ્છ નામથી વેચાણ અર્થે મુકવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છેકે, આ બોટલોનો પ્રાયોગિક ધોરણે ગરીબ કલ્યાણ મેળામાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ બજારમાં તેનું વેચાણ કરવામાં આવશે.

વાહનોની નંબર પ્લેટ પરથી નામ-હોદ્દા દૂર કરોઃ હાઇકોર્ટ
ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને અનઅધિકૃત અધિકારીઓના વાહનો પર લગાવવામા આવેલી લાલ-પીળી લાઇટ્સ હટાવવાની સાથોસાથ નંબર પ્લેટ પર લખવામાં આવતા નામ હોદ્દાના લખાણો દૂર કરવા કડક કાર્યવાહીના આદેશો આપ્યા છે. કોર્ટ દ્વારા એ વાતની પણ નોંધ લેવામાં આવી છેકે કેટલાક વાહનોમાં ફરીથી લાલ-પીળી લાઇટ્સ લગાવવામાં આવી છે.

જામનગર ખાતે બનાવાશે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું આધુનિક ક્રિકેટ સ્ટેડિયમ બનાવવામાં આવ્યા બાદ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી નિરંજન શાહ અને તેમની ટીમ હવે જામનગર પંથકમાં આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા જઇ રહી છે. આ સંદર્ભે જામનગર એરપોર્ટ રોડ પર સરકારી જમીનમાંથી 15 એકર જેટલી જમીન માંગવામાં આવી હોવાનું અને જિલ્લા કલેક્ટર તંત્રે આ માગણીને સ્વિકારી હોવાનું જાણવા મળ્યું છે, તેમજ પ્રિમીયમની 51 કરોડ રૂપિયા રકમ ભરવા માટે પણ કહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X