ઓક્ટોબર 19, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

brts-ahmedabad
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

અમદાવાદઃ બીઆરટીએસ અને ભૂગર્ભમાં મેટ્રો દોડશે
અમદાવાદ શહેરમાં મેટ્રો રૂટના કારણે શહેરની એકપણ ઐતિહાસિક ઇમારતને કોઇ નુક્સાન ન થાય તેનું ધ્યાન રાખીને કોટ વિસ્તારમાં ખાસ સાત કિ.મીનો ભૂગર્ભ મેટ્રો રૂટ બનશે. તેમજ મેટ્રો રૂટની ઉપર બીઆરટીએસ કોરિડોર પણ રહેશે.

અમદાવાદઃ ધોળા દિવસે 14 લાખની ચોરી
અમદાવાદના પાલડી અને ચાંદલોડિયા વિસ્તારમાં ધોળા દિવસે મકાનના તાળા તોડીને રૂપિયા 14 લાખની મત્તાની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ચાંદલોડિયા ખાતે માતા પોતાના પુત્રને દવાખાને લઇ ગઇ હતી એ દરમિયાન મકાનનું તાળું તોડી સાત લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવી હતી, ત્યારે પાલડીમાં દંપતી નોકરીએ ગયું હતું ત્યારે ઘરમાંથી સાત લાખના મુદ્દામાલની ચોરી કરવામાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ હાથ ધરી છે.

કચ્છ અને વાપીમાં આવકવેરા વિભાગના દરોડાઃ કરોડોનું કાળુ નાણું ઝડપાયું

રાજ્યભરમાં આવક વેરા વિભાગના દરોડા દરમિયાન કચ્છ અને વાપીમાંથી કરોડો રૂપિયાનું કાળુ નાણું ઝડપાયું હતું. કચ્છમાં બે જ્વેલર્સ પેઢીમાંથી ત્રણ કરોડ અને 10 લાખ રૂપિયાના બેનામી વ્યવહાર ઝડપાયો હતો. જ્યારે વાપીમાં શ્રીજી ફૂડમાંથી 90 લાખ અને અવની એન્ટરપ્રાઇઝમાંથી 1.75 લાખ રૂપિયાનું કાળુ નાણું ઝડપાયું છે.

મહેસાણામાં માર્ગ અકસ્માતઃ ચારના મોત, બેને ઇજા
મહેસાણા-અમદાવાદ હાઇવે પર નંદાસણ ચોકડી પાસે શનિવારે ટ્રેક્ટર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકોને ઇજા પહોંચી હતી. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરમાંથી ચાર કોલગર્લ ઝડપાઇ
શહેરના એઇસી ચાર રસ્તા પસે શનિવારે ચાર કોલગર્લ સહિત ત્રણ દલાલોને પોલીસે ઝડપી પાડ્યા હતા. તેઓ વોટ્સએપથી ફોટોગ્રાફની આપલે કરતા હતા. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X