ઓક્ટોબર 20, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

surat-firing
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

સુરત ફાયરિંગ કેસમાં એકની ધરપકડ
સુરતમાં થયેલા ફાયરિંગ કેસમાં પોલીસ દ્વારા મુકેશ ઉર્ફે અર્જૂન પાલસિંગની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હાથ ધરતા પોલીસને જાણવા મળ્યું છેકે, સુનિલ કોઠારી નામની વ્યક્તિએ મુકેશને અફરોઝ ફટ્ટાની સોપારી આપી હતી અને તેના બદલામાં 50 લાખ રૂપિયા મળવાના હતા. જોકે અફરોઝના બદલે અમજદ દલાલ નામની વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાઃ નિવૃત્ત પીઆઇના ઘરે ચોરી
વડોદરાના ગોત્રી રોડ પર સ્થિત શક્તિનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પીઆઇના મકાનમાંથી 3.71 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદ નોંધી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મકાન બંધ હોવાથી તસ્કરોએ તેને નિશાન બનાવ્યું હતું.

છોટા ઉદેપુરઃ 80 રોજમદારો ભૂખ હડતાળ પર, 7ની તબિયત લથડી
છોટાઉદેપુર તાલુકાના જંગલખાતાના 80 જેટલા રોજમદારો ભૂખ હડતાળ પર ઉતર્યા છે, જેને છ દિવસ થઇ ગયા છે, પરંતુ તેમની માંગો સ્વીકારવામાં આવી નથી. જે દરમિયાન સાત લોકોની તબિયત લથડતા તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા રોજમદારોને કાયમી કરવાની પરવાનગી આપી દીધી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઇ પગલા ભરવામાં નહીં આવતા તેઓ ભૂખ હડતાળ પર ઉતર્યા હતા.

રાજકોટઃ મહિલા પીએસઆઇ અને કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લેતા ઝડપાયા
રાજકોટ શહેરના મહિલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મહિલા પીએસઆઇ જીએસ મકવાણા અને કોન્સ્ટેબલ એસએસ વોરાને બે લાખની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેને લઇને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X