For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 21, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

palanpur-gujarat-news-highlight
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

પાલનપુરઃ દારૂ ભરેલી કાર પલટી, લોકોએ બોટલોની લૂંટ ચલાવી
પાલનપુર તાલુકાના મોટા ગામ નજીક વિદેશી દારૂ અને બીયર લઇને આવી રહેલી કાર પલટી ગઇ હતી. જેમાં રાખવામાં આવેલો દારૂનો જથ્થો રોડ પર વેરાઇ જતા લોકોએ લૂંટ ચલાવી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થનારા કાર સવારોને સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ ઘટનાની તપાસ ચલાવી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહ્યાં છેકે આ દારૂ ક્યાંથી લઇને આવવામાં આવ્યો હતો અને ક્યાં લઇ જવામાં આવી રહ્યો હતો.

વડોદરાઃ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ, 13 લોકોને થઇ અસર
વડોદરા જિલ્લામાંથી મળેલી માહિતી અનુસાર વડોદરાના સાવલી ખાતે આવેલી એક કેમિકલ કંપનીમાં ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઇ હતી. જેના લીધે 13 લોકોને તેની અસર થઇ હોવાનું જાણવા મળ્યું છે. અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સાવલીના ગોઠડા ગામ પાસે આવેલી શિવમ પેટ્રોલિયમ કંપનીમાં ગેસ લીકેજ થયો હતો.

એએમટીએસનું મુખ્ય ટર્મિનલ સારંગપુર લઇ જવાશે
અમદાવાદમાં લાખો મુસાફરોનું વહન કરી રહેલી એએમટીએસનું કાલુપુર સ્થિત ટર્મિનલને સારંગપુર ખસેડવાનો નિર્ણય એએમટીએસ દ્વારા કરવામાં આવ્યો છે. કાલુપુરમાં બીઆરટીએસ અને મેટ્રો રેલ આવવાની હોવાથી ટ્રાફિકના ભારણને ખટાડવા હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે, તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલો આ નિર્ણય કેટલો કારગર સાબિત થશે તે એક પ્રશ્ન છે.

સુરત જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ
સુરત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે, જેના કારણે જિલ્લના બારડોલી, મહુવ સહિતના પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે. નોંધનીય છેકે આ અગાઉ પણ ડાંગ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો. હાલ દિવાળીની ઉજવણી ચાલી રહી છે અને પ્રજા આ ઉજવણીના માહોલને ઠંડી સાથે માણવાની આશા સેવી રહી છે ત્યારે અણધાર્યા વરસાદના કારણે તહેવારનો માહોલ બગડશે તેવી લોકોને શંકા છે.

રાજકોટઃ કોર્પોરેટર્સના પગારમાં અધધ વધારો
રાજકોટ કોર્પોરેશનની સામાન્ય સભા દરમિયાન કોર્પોરેટર્સના માનદ વેતનમાં 278 ટકા સુધીનો અધધ વધારો કરવામાં આવ્યો છે, જેથી માસિક વેતન રૂપિયા 3800થી 10,500 કરી દેવામાં આવ્યું છે. જેનાથી રાજકોટ તંત્રની તિજોરી પર 55 લાખનો બોજ પડશે. કોર્પોરેટર્સના વેતન વધારાનો ઠરાવ ઘણા સમયથી પેન્ટિંગ હતો અને હાલની સ્થિતિ જોતા પગાર વધારો કરવો જરૂરી જણાયો હતો, જેથી વેતન વધારો કરવાની દરખાસ્તને અર્જન્ટ બિઝનેસથી બોર્ડમાં મુકવામાં આવી હતી.

English summary
october 21, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X