For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 22, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

vadodara-murder
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

વડોદરાઃ પાલક મા-બાપની હત્યા કરનારી કિશોરી ગર્ભવતી
વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા પાલક માતા-પિતાની હત્યાના કેસમાં નવો ખુલાસો થયો છે. જે અનુસાર હત્યાની આરોપી કિશોરી ગર્ભવતી હોવાનું અને તેને બે માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે. હત્યાના સહ આરોપી અને કિશોરીના પ્રેમી સપનને કોર્ટે જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. કિશોરી સગર્ભા હોવા અંગે જ્યારે પોલીસે સપનની પૂછપરછ કરી ત્યારે તેણે કહ્યું કે તેની ઇચ્છા છેકે આ પ્રેમની નિશાની છે અને કિશોરી આ બાળકને જન્મ આપે તેવી તેની ઇચ્છા છે.

અમદાવાદ વિસ્ફોટના આરોપી 21 આતંકવાદીઓની જેલમાં ભૂખ હડતાળ
અમદાવાદઃ અમદાવાદ શ્રેણીબદ્ધ વિસ્ફોટના સાબરમતી જેલમાં બંધ 21 આતંકવાદીઓ છેલ્લા પાંચ દિવસથી ભૂખ હડતાળ પર ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેમણે જેલર સમક્ષ આત્મહત્યા કરવાની ધમકી આપી હોવાના કારણે તેમની સામે રાણીપ પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર આ આતંકવાદીઓએ સનલાઇટ મેળવવા અને બેરેકની બહાર ખુલ્લામાં ફરવા દેવામાં આવે તેવી માગણી કરી હતી અને માગ પૂરી કરવા માટે ભૂખ હડતાળનો માર્ગ અપનાવ્યો હતો.

ભરૂચ નગરપાલિકાએ 240 હંગામી કર્મચારીઓને કાયમી કર્યા
પોતાના હંગામી કર્મચારીઓને દિવાળી ભેટ આપતા ભરૂચ નગરપાલિકા દ્વારા તમામને કાયમી કરવામાં આવ્યા છે. જેના કારણે કર્મચારી આલમમા દિવાળી પહેલા જ ખુશીનો માહોલ છવાઇ ગયો છે. ધનતેરસના દિવસે નગરપાલિકાએ 240 જેટલા હંગામી કર્મચારીઓને કાયમી કરતા પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ, અધિકારી સંજય સોની સહિત અન્ય પદાધિકારીઓના હસ્તે નિમણુંક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજકોટમાં આ વર્ષે પણ પ્રજા માટે યોજાઇ આતશબાજી, ખર્ચાયા 10 લાખ રૂપિયા
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરની પ્રજા માટે આતશબાજીનો કાર્યક્રમ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમ માટે મહાનગરપાલિકા દ્વારા અંદાજે 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

English summary
october 22, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X