For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓક્ટોબર 28, 2014 : ગુજરાત ન્યૂઝ અપડેટ્સ

|
Google Oneindia Gujarati News

bopal-ahmedabad
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...

અમદાવાદઃ બોપલમાં NRIના ઘરમાં થઇ અઢી લાખની ચોરી
છેલ્લા ચાર દિવસમાં અમદાવાદના અનેક સ્થળોને લૂટારાઓ દ્વારા ટાર્ગેટ બનાવવામાં આવ્યા છે, જેણે પોલીસની ઘરફોડ ચોરીઓ નહીં થાય તે વાતોને પોકળ સાબિત કરી દીધી છે. બોપલમાં આવેલી એક સોસાયટીમાં રહેતા એનઆરઆઇના ઘરમાં અઢી લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદઃ એએમટીએસ બસ થઇ બ્રેક ફેઇલ, બેને પહોંચી ઇજા
અમદાવાદ સ્થિત પતંગ હોટલ પાસે એક એએમટીએસ બસની બ્રેક ફેઇલ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો. બસ ડીવાઇડર કૂદીને શો રૂમ પાસે પહોંચી ગઇ હતી, પરંતુ દિવાલ મોટી હોવાના કારણે મોટું નુક્સાન થતાં બચ્યું હતું. આ અકસ્માતમાં બસમાં સવાર બે લોકોને ઇજા પહોંચી હતી, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદઃ ગીતા મંદિર પાસેથી ચરસના જથ્થા સાથે યુવક ઝડપાયો
અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશન પાસે એક યુવક ચરસના જથ્થા સાથે ઝડપાયો છે. માહિતી અનુસાર એસઓઝી પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી, જેમાં એક યુવક શંકાસ્પદ જણાતા તેની તલાસી લેવામાં આવતા તેની પાસેથી 500 ગ્રામ જદેટલો ચરસનો જથ્થો હાથ લાગ્યો હતો. યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચોટીલાઃ બાળકનું અપહરણ કરનાર સ્ત્રીની ધરપકડ
ચોટીલા સ્થિત ધર્મશાળામાંથી સાત માસના બાળકનું અપહરણ કરીને ભાગી ગયેલી સ્ત્રીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ તથા એસઓજીએ હાથ ધરેલી સંયુક્ત સફળ કામગીરીના ભાગરૂપે માતા પિતાને તેમનું સાત માસનું બાળક પરત મળ્યું હતું. માહિતી અનુસાર બાળકનું અપહરણ કરનાર મહિલા બાવળાની છે અને પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. નોંધનીય છેકે એક દંપતી પોતાના સાત માસના બાળક સાથે ચોટીલા દર્શનાર્થે આવ્યા હતા ત્યારે ધર્મશાળામાંથી એક મહિલા બાળકને લઇને ફરાર થઇ ગતી હતી, જે સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી.

પાળિયાદઃ હત્યાના મામલે પરિવારના આમરણાંત ઉપવાસ
બોટાદના પાળિયાદ ખાતે એક મહિના પૂર્વે જમીન બાબતે સાતથી આઠ વ્યક્તિઓએ હુમલો કરી એક મહિલાની હત્યા કરી હતી. જેમાં મૃતક મહિલાના પરિવાર દ્વારા કરવામાં આરોપ અનુસાર આ હત્યામાં જિલ્લા પંચાયતના સભ્ય પણ સંડોવાયેલા છે અને તેઓ પોતાની રાજકીય વગનો લાભ ઉઠાવી કેસને દબાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેના કારણે આ કેસમાં પોલીસ દ્વારા હજુ સુધી એકપણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી. ન્યામ મેળવવા અને પોલીસની કામગીરીથી રોષે ભરાયેલો મૃતક મહિલાનો પરિવાર બોટાદ પોલીસ સ્ટેશન સામે આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

અમદાવાદઃ છરીના ઘા ઝીંકી યુવકની કરાઇ હત્યા
અમદાવાદના ઇસનપુર પોલીસ મથકની હદમાં આવતા ગુરુજી બ્રીજ પાસે સંતોષ સાંવત નામના એક યુવકની ઘાતક હથિયારોથી હુમલો કરી હત્યા કરી દેવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે. આ હત્યા અંગત અદાવતમાં કરી હોવાનું જાણવા મળ્યું છે. ઇસનપુર પોલીસે છ અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર રોકેટ ફોડવા જેવી સામાન્ય બાબતમાં આ હત્યા નીપજાવવામાં આવી હોવાનું કહેવાય છે, પરંતુ પોલીસને હત્યા પાછળનું કારણ સામાન્ય બાબત લાગતી નથી. સંતોષ સાંવત ગુનાઇત ઇતિહાસ ધરાવતો હતો અને તેણે અગાઉ બે હત્યા પણ કરી હતી, તેથી પોલીસને સંતોષની હત્યા પાછળ કોઇ અંગત અદાવત હોવાનું લાગી રહ્યું છે.

English summary
october 28, 2014 : News highlights of Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X