પરેશ રાવલે લોન્ચ કરી ગરીબ બાળકો માટેની વેબસાઇટ

[ગુજરાત આસપાસ] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી.

ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

પરેશ રાવલે લોન્ચ કરી ગરીબ બાળકો માટેની વેબસાઇટ

પરેશ રાવલે લોન્ચ કરી ગરીબ બાળકો માટેની વેબસાઇટ

ગુરુવારે, અમદાવાદની મુલાકાતે આવેલા સાંસદ અને એક્ટર એવા પરેશ રાવલે નિવેદિતા ફાઉન્ડેશનની એક વેબસાઇટને લોન્ચ કરી હતી. આ વેબસાઇટ ગરીબ બાળકો માટે કામ કરે છે. જો કે આ પ્રસંગે પત્રકારો દ્વારા હાર્દિક પટેલ અને અનામત આંદોલન વિષે પૂછતા પરેશ રાવલે મૌન સાંધ્યું હતું.

સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવીની મળી ધમકી

સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવીની મળી ધમકી

બુધવારે, વેરાવળ બસ સ્ટેશન અને જાણીતા સોમનાથ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલિસે મંદિર પરિસર અને બસ સ્ટેશનની સધન તપાસ હાથ ધરી હતી. જો કે તપાસ બાદ કંઇ શંકાસ્પદ નહતું મળ્યું.

હાર્દિક પટેલને છોડો નહીં તો અમે કરશું આત્મવિલોપન

હાર્દિક પટેલને છોડો નહીં તો અમે કરશું આત્મવિલોપન

રાજદ્રોહના ગુનામાં પકડાયેલા હાર્દિક પટેલ અને તેના સાથીઓને 29 ઓક્ટોબર સુધી છોડવામાં નહીં આવે તો મહેસાણાના તેજપુરના 3 પાટીદાર યુવાનો વિધાનસભા સામે આત્મવિલોપન કરશે તેવી ચિમકી ભરત પટેલ, વિજય પટેલ અને પ્રતિક પટેલ આપી છે. એટલું જ નહીં આ યુવકોએ આ અંગે કલેક્ટર અને મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે.

બીજેપી નહીં ક્રોંગ્રેસને મત આપજો: નલિન કોટડિયા

બીજેપી નહીં ક્રોંગ્રેસને મત આપજો: નલિન કોટડિયા

બુધવારે, સુરતમાં ધારીના બીજેપીના ધારાસભ્ય નલિન કોટડિયાએ પાટીદારોની એક બેઠક બોલાવી હતી. જેમાં તેમણે પાટીદારોના ધર્મપરિવર્તન મામલે કાયદાકિય સલાહ લેવાની વાત કરી હતી. વધુમાં તેમણે આ ચૂંટણીમાં બીજેપીને નહીં પણ ક્રોંગ્રેસને મત આપવાનું જણાવ્યું હતું.

રાજકોટમાં ચાઇનીઝ ફટાકડાના વેપારી પર દરોડા

રાજકોટમાં ચાઇનીઝ ફટાકડાના વેપારી પર દરોડા

રાજકોટમાં ચાઇનીઝ ફટાકડા વેચતા વેપારી પર કસ્ટમ વિભાગે દરોડા પાડ્યા હતા. કસ્ટમ વિભાગે આઠ ટીમ બનાવીને સરદાર બજાર વિસ્તારમાં મોટા પાયે દરોડા પાડ્યા હતા.

નર્મદા કેનાલ પડ્યું ગાબડું, ખેતરોમાં ધૂસ્યું પાણી

નર્મદા કેનાલ પડ્યું ગાબડું, ખેતરોમાં ધૂસ્યું પાણી

બનાસકાંઠાના ભાભર-સુઇગામ પાસેની નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. અને ખેડૂતોનું બિયારણ બાતલ ગયું હતું.

આનંદીબેન: એક વોર્ડમાંથી 10-12 ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે

આનંદીબેન: એક વોર્ડમાંથી 10-12 ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે

બુધવારે, ગાંધીનગરમાં ગુજરાત પ્રદેશ બીજેપીની બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી આનંદીબેને હાજરી આપી હતી. જેમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે વિચાર વિમર્શ થયો હતો. આનંદીબેને આ બેઠકમાં એક વોર્ડમાંથી 10-12 ઉમેદવારો ચૂંટણી લડવા તૈયાર છે તેવી વાત કરી હતી.

ટોલનાકા પર કરાયો હુમલો, સીસીટીવી થયું બધુ કેદ

ટોલનાકા પર કરાયો હુમલો, સીસીટીવી થયું બધુ કેદ

ઉપલેટાના ડુમીયાણી પાસે આવેલા ટોલનાકા પર આજે વહેલી સવારે કેટલાક અજાણ્યા લોકોએ તોડફોટ કરીને ત્યાં હાજર બે કર્મચારીઓને ઇજાગ્રસ્ત કર્યા છે અને રોકડ રકમની લૂંટ પણ ચલાવી છે. જે બાદ પોલિસે સીસીટીવી ફૂટેજ દ્વારા વધુ તપાસ હાથ ધરવા પ્રયાસ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X