ઓક્ટોબર 1, 2014 : ગુજરાત ન્યુઝ અપડેટ્સ
ગતિશીલ ગુજરાતમાં રોજબરોજ અનેક ઘટનાઓ બનતી હોય છે. આ અનેક ઘટનાઓમાં કેટલીક મહત્વની ઘટનાઓ સમાચાર બનતી હોય છે. રાજકારણ, સરકાર, સંસ્કૃતિ, કલા, વારસો, પરંપરા, શોધ, વિજ્ઞાન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલી દિવસભરની મહત્વની ઘટનાઓ પર ફટાફટ નજર ફેરવી લઇને રહો અપડેટ...
અમદાવાદ મહાનગરપાલિકાને મળ્યા પહેલા મહિલા કમિશનર
અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર પદે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર ડી.થારાને નિમણૂક આપવાનો આદેશ કર્યો છે. નોંધનીય છેકે, ડી. થારા પહેલા મહિલા કમિશનર છે, જે અમદાવાદ મહાનગરપાલિકામાં આ પદભાર સંભાળશે.

સસ્પેન્ડેડ આઇએએસ અને કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્માની ભૂજની વેલસ્પન કંપનીને સસ્તા ભાવે જમીન આપવાના કેસમાં એસીબી દ્વારા સોમવારે રાત્રે 3 વાગ્યે શ્યામલ ચાર રસ્તા પાસે વૃંદાવન બંગ્લોઝ ખાતેથી ધરપકડ કરી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે તેઓ તેમના માતાને મળવા માટે ગયા હતા.
અમદાવાદમાં હવામાન પલટાયું, અનેક સ્થળે વર્ષ્યો વરસાદ
અમદાવાદમાં અચાનક વાતાવરણમાં પલટો થયો હતો અને ચાંદખેડા, સાબરમતી, ન્યૂ રાણીપ, ન્યૂ સીજી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યાં હતા. અચનાક પડેલા વરસાદના કારણે નવરાત્રીમાં ગરબાના આયોજકો તેમજ ખેલૈયાઓ ચિંતામાં મુકાઇ ગયા હતા.
રેલવે મંત્રી સદાનંદ ગૌડાની કારને અકસ્માત
મંગળવારે કેન્દ્રીય રેલવે મંત્રી સદાનંદ ગૌડા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેમની કારના કાફલાને અકસ્માત નડ્યો હતો, આ અકસ્માત અમદાવાદના ચીમનભાઇ પટેલ બ્રીજ પર થયો હતો. જોકે કોઇને ઇજા થઇ નથી.
રાજકોટમાં પુત્રનું અકસ્માત મોત થયા બાદ કરાયું અંગદાન
રાજકોટ શહેરમાં બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક પટેલ યુવાનનું મોત નીપજ્યું હતું. યુવકના પરિવારજનોએ પોતાના એકના એક પુત્રના અંગોનું દાન કરીને સમાજને એક નવી રાહ ચીંધી છે.
વડોદરામાં થયેલા તોફાનમાં 100થી વધુ લોકોની ધરપકડ
વડોદરામાં થયેલા તોફાનમાં 100થી વધુ શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમજ પોલીસે શહેરમાં વડોદરામાં મોંઢું ઢાંકીને વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકી દીધો છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
