આ તારીખથી શરૂ થશે ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો, હાજરી મરજીયાત, SOPનું પાલન ફરજીયાત

કોરોના મહામારીને કારણે લગભગ ગત બે વર્ષ સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળામાં હવે 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો 22 નવેમ્બરના રોજથી ખુલશે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.

કોરોના મહામારીને કારણે લગભગ ગત બે વર્ષ સમયથી બંધ રહેલી પ્રાથમિક શાળામાં હવે 1થી 5 ધોરણના ઓફલાઈન વર્ગો 22 નવેમ્બરના રોજથી ખુલશે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી.

એક કાર્યક્રમ બાદ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ઘણા સમયથી શાળાના વર્ગો બંધ છે. ત્યારે કોરોના હવે હળવો પડતા સોમવારથી ખૂલતા દિવાળીના વેકેશન બાદના સત્રોમાં ધોરણ 1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવશે.

કોરોના મહામારી

શાળાએ આવતા તમામ બાળકો અને તમામ શાળાઓએ SOPનું પાલન કરવાનું રહેશે. બાળકોની ઉંમર નાની હોવાને કારણે વધારે તકેદારી રાખવાની જરૂરીયાત રહેશે.

આ પહેલા રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કર્યા બાદ 2 સપ્ટેમ્બરથી શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ કરાયા હતા, જેમાં ક્ષમતાના 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા માટે મંજૂરી અપાઇ છે. આ સાથે 9થી 12ના વર્ગો પહેલાથી જ ચાલી રહ્યા છે.

આ વર્ગોમાં કોરોના ગાઇડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્ક જેવા નિયમોનું પાલન કરવામાં આવે છે. શાળા દ્વારા હેન્ડવોશ અને સેનેટાઇઝરની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ઓફલાઇન વર્ગો સાથે સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ રાખવામાં આવ્યું છે. સરકાર તરફ આપવામાં આવેલી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, શાળામાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું ફરજિયાત હશે. આ સાથે ઓફલાઇન વર્ગો માટે વાલીઓ દ્વારા સંમતિ પત્રક આપવાનું રહેશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણને કારણે રાજ્યમાં 15 માર્ચ, 2020થી લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જે કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. જે બાદ હવે 20 મહિના પછી ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X