સ્વેટર પર રેનકોટે પહેરી ગુજરાતીઓએ ભોગવી ઓખીની હેરાનગતિ

Written By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં કેરળ તરફથી ગુજરાત તરફ આગળ વધી રહેલા ઓખી ચક્રવાતના કારણે ભર શિયાળે ઠંડી અને વરસાદનો મારો સહન કરવાનો વખત ગુજરાતીઓને આવ્યો છે. અમદાવાદ, વડોદરા વરસાદના કારણે લોકોની મુશ્કેલી વધી છે. અમદાવાદમાં સોમવાર રાતથી જ વરસાદ પડી રહ્યો છે. તો કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ ઓખીના કારણે સુરત અને સૌરાષ્ટ્ર પટ્ટા પર ચૂંટણી પ્રચાર રોકવાનો વારો આવ્યો છે. વડોદરામાં પણ સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે સ્કૂલે જતા બાળકો, વાલી અને નોકરીયાતને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા પછી માળિયે મૂકી દીધેલી છત્રી અને રેનકોટ શોધીને લોકો આજે સવારે સ્વેટર અને હાથમાં છત્રી સાથે જોવા મળ્યા હતા. વધુમાં ભાજપે અમિત શાહની જનસભાને પણ સ્થગિત કરી હતી.

Amit saha

નોંધનીય છે કે આજે સાંજ સુધીમાં ઓખી વાવાઝોડું નવસારી સુધી પહોંચશે. જેના કારણે તેજ હવા અને વરસાદની સિઝિન સમગ્ર ગુજરાતમાં ઊભી થઇ છે. ઉલ્લેખનીય છે કે ઓખીના લીધી દરિકા કિનારેના વિસ્તારોમાં 3 નંબરની સિગ્નલ લગાડવામાં આવી છે. અમદાવાદમાં ઓખીના પગલે ફાયર ડિપાર્ટમેન્ટને સ્ટેન્ડ ટુના આદેશ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઓખીની અસર અમદાવાદમાં પણ થઇ શકે છે. સાથે જ હવામાન ખાતાએ આગાહી કરી છે કે સુરત, નવસારી, સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે. અને ઠંડીમાં પણ વધારો થયો છે. વધુમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોની પણ મુશ્કેલી વધી છે.

Ahmedabad
English summary
Okhi Cyclone : Heavy rain in Gujarat, BJP Congress cancel their rally

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.