ઓખી: બંદરો પર ભયસૂચક સિગ્નલ, વિજય રૂપાણીએ કરી સમીક્ષા બેઠક

Subscribe to Oneindia News

અરબી સમુદ્રમાં સર્જાયેલું ઓખી વાવાઝોડું દક્ષિણ ભારત બાદ હવે મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ ફંટાયું છે. ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં ઓખી વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ગીર સોમનાથમાં ઉના,ગીરગઢડામાં સહિત ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. તેમજ ગાંધીનગરમાં રેવન્યૂ સેકેટ્રરી તથા હવામાન વિભાગના વડાએ પણ ઓકી અંગે વધારે માહિતી આપી હતી. ઓખીના કારણે ગીરસોમનાથના નવા બંદર, કોડીનારના મૂળ દ્વારકા, માઢવાડ અને વલસાડના તેમજ જાફરાબાદના દરિયા કિનારે ભયસૂચક સિગ્નલ નંબર બે લગાવવામાં આવ્યું છે.

Gujarat

તેમજ દરિયામાંથી મોટા ભાગની હોડીઓ પરત આવવા લાગી છે. અને દરિયાકાંઠે એનડીઆરએફની ટીમને સજજ રહેવાની સૂચના આપવામાં આવી છે. ઓખી વાવઝોડાની અસર અંગે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ઓખીના કારણે વલસાડ, ભરૂચ, ડાંગ, ગીર -સોમનાથ,અમરેલી, દીવ,દમણ, દાદારા અને નગર હવેલી ભાવનગરમાં 5 તથા 6 ડિસેમ્બરના રોજ ભારે તથા છૂટોછવાયો વરસાદ પડી શકે છે આ વાવાઝોડું 9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. સુરતથી દક્ષિણ પશ્ચિમે વાવાઝોડુ 810 કિલોમીટર દૂર છે. તકેદારીના ભાગ રૂપે દરિયો તોફાની બનવાની દહેશત વચ્ચે, માછીમારોને 8 ડિસેમ્બર સુધી દરિયામાં માછીમારી ન કરવા ન જવાની સલાહ આપવામાં આવી છે.વલસાડમાં આશરે 135 જેટલી બોટ દરિયામાંથી પરત આવી ગઈ છે તો 800 માછીમારોને પણ પરત આવ્યા છે. અને વલસાડમા એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે.

તો વાવાઝોડાની ગંભીરતાને લઈને મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ ગુજરાતમાં આખી સાયક્લોનની સંભવિત પરિસ્થિતિ સામે વહીવટી તંત્રની સજ્જતાની તલસ્પર્શી સમીક્ષા બેઠક આજે સત્વરે યોજી હતી. તેમણે ચૂંટણી પ્રચારની વ્યસ્તતા છતાં આજે તાકીદની બેઠક મુખ્ય સચિવ અને હવામાન વિભાગ તેમજ સરકારના વરિષ્ઠ સચિવો સાથે આ બેઠક યોજી સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને વાવાઝોડા તથા વરસાદ ની સ્થિતિ માં કોઈ વ્યાપક નુકસાન ન થાય તે માટે તંત્ર ને સાબદું રહેવા માર્ગદર્શન પણ આપ્યું હતું.

English summary
Okhi cyclone may clash gujarat, Alert declared for fishermen

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.